Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
પર૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી
છેલ્લી બે કડીમાં કવિએ નેમિનાથનાં માતાપિતાને પરિચય આપ્યો છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ર૬૫) ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન, વામાદેવીના પુત્રને દેહ મેઘ સમાન શોભે છે એવું વર્ણન પહેલી કડીમાં કરી પછીની ત્રણ કડીમાં કવિએ પાર્શ્વનાથ અને કમઠન પ્રસંગ વર્ણવ્યો છે. કમઠના ઉપસર્ગથી જરા પણ ચલિત ન થનાર પ્રભુ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે વખતે કટિ દેવ એકત્ર થાય છે અને પ્રભુના જયનાં નિશાન લાગે છે. અશ્વસેન રાજાના પુત્ર સે વર્ષનું આયુષ્ય ભોગવી મેક્ષસિદ્ધિ પ્રાપ્ત કરનાર પાર્શ્વનાથ પ્રભુનું દર્શન પરમ આનંદ આપનારું હોય છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૬૬) ઘન-વાદળ; નાહલે-નાથ.
કવિ કહે છે, “જિનેશ્વર ભગવાનનાં ચરણ નમીને હું એક યાચના કરું છું કે હે પ્રભો ! મને તમારા દિલમાં સ્થાન આપી મારા પર કૃપા કરે. આપે ઘણું પતિને ઉદ્ધાર કર્યો છે અને ગરીબોના ઉદ્ધારકનું બિરુદ પ્રાપ્ત કર્યું છે, તે એક મને જ ભૂલી જતાં હે પ્રભુ! આપને લાજ નથી આવતી? ઉત્તમ જિન તે વાદળીની જેમ કામ કુઠામ જોયા વિના બધે જ વર્ષો હોય છે. એ પછીની કડીમાં મહા વીર સ્વામીનાં માતાપિતાને ઉલ્લેખ કરીને પછી કવિ કહે છે, તે પ્રભુ ! તમારા દર્શનથી હું પરમાનન્દ અનુભવું છું. તમારા જેવા સમર્થ સ્વામીથી યશપૂર વધે છે અને એના જીતના નિશાનના નાદથી દુશ્મન દૂર થાય છે.
કેળા દુરિત–પા૫; નાસન-નાશ કરનાર; ભવભીત-ભવરૂપી બંધનને ભય; ચૂરણચૂર્ણ કરનાર.