Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
પ૧૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી તમે જ મારા આત્માના આધાર છે. તમારા સિવાય બીજા કોઈ દેવની આરાધના હું કરતો નથી. બીજા દેવને ભજીને હું તમને કેમ લજવાવું? કંકુ લગાડ્યા પછી મુખે હું કાદવ કેમ લગાડું? હાથી પરથી ઊતરી ખચ્ચર પર શું કામ બેસું. કામધેનુ મળ્યા પછી ઘરમાં બકરી લાવીને શું કામ બાંધું ?
શ્રી મહાવીર સ્તવન (પૃ. ૨૨૨). આ સ્તવનમાં કવિ રૂપક શૈલીથી વસંતના ઉત્સવને વધાવવાનું કહે છે અને પછી પ્રભુના મુખનું દર્શન કરી સંસારના સર્વ તામ શમાવવાનું કહે છે.
૨૮. શ્રી વિનયકુશળજી આ કવિની વીસીની આખી હસ્તપ્રત મળી ન હોવાથી તેમાંથી અહીં એક જ સ્તવન આપવામાં આવ્યું છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (પૃ. ૨૪) સુવિસેસ-સુવિશેષ; સનેહી-સ્નેહી; પરંવેસ-પ્રવેશ; પરસંસ– પ્રશંસા;
પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ કહે છે, “મારા પરમ સ્નેહી જિનેશ્વર ભગવાન કાશી દેશમાં, વાણારસી નગરમાં વિચરે છે,
જ્યાં પાપને બિલકુલ પ્રવેશ થઈ શકતું નથી, અશ્વસેન રાજા અને વામા રાણીના આ પુત્રની દેવ પણ પ્રશંસા કરે છે. પ્રભુનું લાંછન નાગ છે અને પ્રભુનો દેહ નીલવણે છે. એમને પ્રભાવ સૂર્યસમો તેજસ્વી છે અને એમનું દર્શન ચિત્તને હિતકારી છે. પ્રભુએ શુભ મુહૂર્તે વડના વૃક્ષ હેઠળ કાઉસગ ધારણ કર્યો તે વખતે કમઠે આવી મેઘની વૃષ્ટિ કરી, પરંતુ ધરણે આવી પ્રભુને એ વૃષ્ટિમાંથી બચાવ્યા તે સમયે પ્રભુને કેવળજ્ઞાન થયું. પ્રભુનું પૂનમના ચન્દ્ર જેવું મુખ નિહાળતાં આનંદ થાય છે.