Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
પર જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેની કાવ્ય પ્રસાદી
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ર૩ર) અભિરામ-સુંદર; પદ્ધર–મોટું; અનર-ચમકતું, તેજસ્વી, સુંદર,
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ જિનેશ્વર શરણાગત માટે રૂડા આધાર છે. ગુણોના આવાસ સ્થાન જેવા તેઓ ઘણા ઉપકારી છે. ભવોભવનો તાપ દૂર કરવા માટે જાણે જલની ધારા જેવા છે.
બીજી, ત્રીજી અને ચોથી કડીમાં કવિએ શાંતિનાથ પ્રભુએ પિતાના પૂર્વ ભવમાં, મેઘરથ રાજાના અવતારમાં પારેવડાને જે રીતે બચાવ્યું તે પ્રસંગનું વર્ણન કર્યું છે. ત્યાંથી પછી ત્રીજા ભવમાં તેઓ અચિરા રાણીની કુખે જન્મ્યા તેનો કવિએ ઉલ્લેખ કર્યો છે. અને છેલ્લી બે કડીમાં તેમની દીક્ષાને, કેવળજ્ઞાનને, સંધની સ્થાપનાને અને મેસે સિધાવ્યાના પ્રસંગને કવિએ નિર્દેશ કર્યો છે. એકંદરે કવિની ભાષા સરળ અને ભાવવાહી છે.
| શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૩૩) વિમાસ-વિચાર કરો;
આ સ્તવનમાં રાજુલ નેમિનાથને સંબોધીને કહે છે હે નાથ ! તરણેથી રથ ફેરવીને હવે કેમ મને છેહ આપીને પાછા ચાલ્યા જાવ છે ? આપણી પ્રીત તે આઠ આઠ ભવની છે, છતાં તમને મારા પર સ્નેહ ન થયો ? હું તો તમારા પર વારી ગઈ છું. હે સ્વામી ! જેને પાલવ પહેલાં ઝાલ્યો હોય તેને પછીથી કેમ તરછોડાય? તમને બાંહ્ય રહ્યાની લાજ છે. તેને પણ તમે વિચાર કરો. હે નાથ ! પ્રીતિ તે સરસ બે પંખીડાંની છે, જે રાત દિવસ એકઠાં રહે છે અને એક બીજાથી એક પલક પણ ટાં પડતાં નથી. એવાં પંખી ઉપર હું ઓવારી જાઉં છું. હે પ્રભુ! એક ઘડીને સંગ હોય તે તે પણ આ જગતમાં ભૂલ્યો ભૂલાતો નથી, તે પછી જેની સાથે મનથી ગાઢ પ્રીતિ બંધાઈ હેય તે કેમ કરીને ટાળી શકાય? સારા ગુણવાળી વ્યક્તિ