Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૨૫
પાછા ફર્યા હોય અને પછી ગિરનાર પર જઈ સંયમ ધારણ કર્યો અને રાજુલ પણ એમને અનુસરીને ત્યાં ગઈ અને એણે પણ ત્યાં સંયમ ધારણ કર્યો. આ રીતે નેમિનાથે પિતાની આઠભવની પ્રીતિ પાળી.
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૫૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુના મુખનું દર્શન કરતાં બધાં દુ:ખ શમી જાય છે. પ્રભુનું મુખ ચિંતામણિ રત્ન જેવું, બધી કામનાઓ પૂર્ણ કરે એવું છે. આવા પ્રભુ મળ્યા પછી બીજા દેવની કેણુ આરાધના કરે. - બીજા સ્તવનમાં કવિ કહે છે કે જેમની સાથે મન લાગ્યું હોય તેનું જ દર્શન હંમેશાં ઉત્કૃષ્ટ લાગે. ફણધારી નાગ પણ લાંછનને નિમિત્તે જાણે પ્રભુને વિનંતી કરી રહ્યો છે કે મારું વિષપણું દૂર કરે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૫૬) શાસનના નાયક, સુખના આપનાર, સિદ્ધાર્થ રાજા અને ત્રિશ લાદેવીના પુત્ર, ગૌતમ સ્વામી જેમના વજીર છે અને જેમના શાસનથી સ્યાદવાદ સમજાય છે એવા શ્રી મહાવીર સ્વામીને કવિ વંદન કરે છે.
બીજા સ્તવનમાં કવિ કહે છે કે શ્રી મહાવીર સ્વામીની મુખમુદ્રા જોતાં જ તેઓ મને અત્યંત પ્યારા લાગે છે. એમની વાણી અમૃત જેવી છે. એમના ચરણ વંદનથી મને જીવનમાં શીતળતા મળી છે. એવા સ્વામીના હું પ્રેમથી ગુણગાન ગાઉં છું.
૩૪. શ્રી લાવણ્યવિજયજી ગણિ આ કવિની ચોવીસીની હસ્તપ્રત અધૂરી મળી હોવાથી તેમનું શ્રી ઋષભનાથ ભગવાનનું સ્તવન આખું આપવામાં આવ્યું છે, અને શ્રી મહાવીર સ્વામીના આઠ કડીના સ્તવનની પહેલી અને છેલ્લી કડી આપવામાં આવી છે
શ્રી કષભજિન સ્તવન (પૃ. ૨૬૦) * મેહ-મેઘ, વ દળ; તુઠા-તુષ્ટ થયા, પ્રસન્ન થયા.