Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
-
૫૨૧
સાથે કરેલી પ્રીતિ તે જન્માંતર સુધી ભૂલાતી નથી. માટે જે સંબંધ બધાયે તે નિભાવ જ જોઈએ એજ જગતની ઉત્તમ રીતિ છે.”
આ રીતે શિવાદેવી માતાના પુત્ર નેમિનાથને રાજુલે વિનંતી કરતાં કહ્યું કે “વહાલા, જલદીથી તમારો રથ પાછો વાળીને મારી પાસે આવે અને મારા મનના કેડ પૂરા કરો. અંતે કવિ કહે છે કે નેમિનાથ અને રાજુલ, મોક્ષધામમાં બંને સાથે મળ્યાં. એ રીતે બંનેની પૂર્વ ભવની પ્રીતિ ફળી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૩૪) આ સ્તવનમાં કવિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને અરજ કરે છે કે હે નાથ ! તમે મારા પર કરુણું લાવી મને ભવપાર ઉતારે. આ સંસારમાં કંઈ સાર નથી. એ માટે જ મેં તમારું શરણ સ્વીકાર્યું છે. તમે જગતમાં તારનાર તરીકે પ્રસિદ્ધ છે. તમે બીજા સેવકને તાર્યો છે તે મારી સાથે શા માટે અંતર રાખે છે?
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૩૪) આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર સ્વામીને અરજ કરતાં કહે છે હે સ્વામી ! તમારા દર્શનથી મારા મનના મારથ સફળ થયા છે. આટલા વખત સુધી હું ભૂલે ભમ્યો હતો, પરંતુ હવે તમારા દર્શન પછી બીજા દેવો દીઠામાં પણ આવતા નથી. કલ્પતરુની ડાળે મળ્યા પછી બાવળિયે કાણુ બેસવાનું હતું? હે પ્રભુ! તમે મારા જીવનના પ્રણસમા છો. હું તર્મારી આજ્ઞા ભવોભવ માથે ચઢાવું છું. કવિ છેવટે પ્રાર્થના કરતાં કહે છે કે હે પ્રભુ મારા ચિત્તમાં વસે
૩૧. શ્રી વિનયચન્દ્રજી
શ્રી કષભદેવ સ્તવન (પૃ. ૨૩૮) ખિણુ–ક્ષણ; મકરંદ-મધ; - આ સ્તવનમાં કવિ કહે છે કે પ્રભુ પ્રત્યે લાગેલું મન એક ક્ષણ