Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૧૬ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેની કાવ્ય પ્રસાદી
શ્રી પાથીજિન સ્તવન (પૃ ૨૧૪) તનુ-શરીર; અહિ-સાપ, નાગ; ગિરૂઆ-મોટા; સાણ-સાધ્વી ભવદવ-ભવરૂપી અગ્નિ;
આ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથના જીવનની માહિતી આપી છે. છેલ્લી બે કડીમાં કવિ કહે છે કે હે પ્રભુ! જેમ આપે સપને બચાવ્ય તેમ મને પણ ભવદળમાંથી ઉગારે કે જેથી મને પરમ આનંદ થાય. જે તમારી આરાધના કરે છે, તેને સમ્યકત્વનું ફળ મળે છે.
શ્રી વીરજિન સ્તવન (પૃ ૨૧૪) સાહણી–સાવી; પડિલેહઈ-પ્રતિબોધે, ઉપદેશ આપે, પ્રવણવહાણ.
આ સ્તવનમાં પણ શ્રી મહાવીર સ્વામીની સુપરિચિત બાબતને કવિએ ઉલ્લેખ કર્યો છે. અતમાં કવિએ પિતાને ભવ સાગરમાંથી તારવાને માટે પ્રભુને પાર્થના કરી છે.
આમ એકંદરે જોતાં આ કવિએ પિતાની વીશીના દરેક સ્તવનમાં માત્ર તીર્થકરનો પરિચય કરાવ્યું છે. બીજા કવિઓની રચનામાં જે અવનવા ભાવ જોવા મળે છે તેવા ભાવનું આલેખન આ કવિની રચનામાં જોવા નથી મળતું. કવિએ આ પાંચે સ્તવનમાં તીર્થકરોને પરિચય આપતી જ પંક્તિઓ લખી છે. કળશની કડીઓમાં કવિ કહે છે, જેમની સેવાથી સમ્યકત્વના ગુણની હંમેશાં વૃદ્ધિ થાય છે એ સેવા હું દિવસ રાત અને ભવ માગું છું. મેં જે આ સ્તવનેની રચના કરી છે તે, બાળક જેમ માતાપિતા આગળ કાલી વાણીમાં બોલે તે પ્રમાણે કરી છે. કવિશ્રીએ તેર બેલથી ભગવાનની સ્તવના કરી છે એ તીર્થકરના ગુણનું જે કઈ ભાવથી ધ્યાન ધરે તેના ભવોભવને ભય ટળી જાય છે.