Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૦૭
રની પ્રતિમાને જે નરનારી વંદન કરે છે. તે જગતમાં જયવંતા થાય છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૯૫) પૂરણ-પૂણું; મેહા-મેધ–વાદળ; જયંજી–જેવી રીતે; નેહી-સ્નેહી સપસન્ન–સુપ્રસન્ન; પંકજ-કમળ; પરમાણુ–પ્રમાણુ; હેજે હેતથી,
આ સ્તવનમાં કવિ શ્રી કેશરવિમલ શ્રી શાંતિનાથ જિનેશ્વરની સ્તુતિ કરતાં દર્શન આપવાની અને પિતાના પર હેત રાખવાની પ્રભુને વિનતિ કરે છે. આ સ્તવનમાં કવિએ દરેક પંકિતને પહેલો શબ્દ વચ્ચે “હે પ્રભુ મૂકી લેવડાવ્યા છે, જેને લીધે કાવ્યની ગેયતા અને ચારતા વધી છે.
કવિ કહે છે, “હે પ્રભુ! મારા મનની વિનતિ સાંભળે અને મારા મનની આશા પૂર્ણ કરો, કારણ કે આપ મળતાં અને તે સુરમણિ મળ્યો છે. હે પ્રભુ! જેવી રીતે મેધને જોતાં મોરનું મન હર્ષોલ્લાસ અનુભવે છે, જેવી રીતે ચન્દ્રને જોતાં ચકેર આનંદ અનુભવે છે તેવી રીતે આપનાં ચન દેખી હું હર્ષ અનુભવું છું. જેવી રીતે સૂર્યના ઉદયથી કમળ ઉલ્લાસ અનુભવે છે તેવી રીતે હું તમારા પ્રત્યે સાચો પ્રેમ અનુભવું છું, માટે હે પ્રભુ! તમે મારા પર પ્રસન્ન થાવ અને મારા મનમાં વસી અને સુખ આપે; મારા પ્રત્યે સાચી પ્રીત ધરાવી મારા પર આપને પ્રેમ વરસાવે. હે પ્રભુ! સાચી સેવા શું છે તે, આપ જાણે છે. હે પ્રભુ! મારા પર હેત ધરાવી મને વાંછિત સુખ આપે; મને દર્શન આપી મારા મનોરથ પૂર્ણ કરે, હે અચિરા માતાના પુત્ર, આપ જગતના ધણું છે એમ જાણી વિનતી કરી છે તે મને દર્શન દેજે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૯૭) વિસારી-ભૂલી, છરી-છોડી, પરિહરી-છોડીને, સયણ-સજજન;