Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
કવિ કહે છે કે શ્રી શાંતિનાથ જિનેશ્વરની સેવા કરતાં ઘરમાં શાંતિ સ્થપાય છે; ભાવથી આરાધના કરવાથી અશુભ અને અકલ્યાણકારી વસ્તુઓ શમી જાય છે, એવા સરસ અને સલુણ શ્રી શાંતિજિનેશ્વર છે. ગજપુરનગરના રાજા, વિશ્વસેન રાજાના કુલમાં, અયિરા માતાની કુખે જન્મેલા પ્રભુનાં નયન કમલની પાંખડી જેવાં છે, એમની કાયા કેશરના વર્ણ જેવી છે. એમના મુખનું દર્શન અત્યંત મનોહર છે. મસ્તકે મુગટ શોભે છે, કાને ઉત્તમ કુંડળ પહેર્યા છે, હાથમાં રત્નજડિત કડી છે અને ગળામાં મોતને હાર છે. આવા ચક્રવર્તીનું સુખ ભેગવનાર ભગવંતને પ્રણામ કરું છું. '
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૦૪) સબલઈસાજણ્યે-મોટા સાજન સાથે; હિતિ-પહોંચી, સેહરે શિખર..
આ સ્તવનમાં કવિ કહે છે, સૌરીપુર નગરમાં સમુદ્રવિજય નામના રાજા છે. તેમની રાણી શિવદેવી જાણે બીજી રંભા જેવી છે તેમની કુખે કમળના તળાવના હંસ જેવા નેમિકુમાર અવતર્યા. બ્રહ્મચારીઓમાં શિખર સમાન, યાદવ વંશના મુગુટ સમાન એવાશ્રી નેમિકુમારને વિવાહ જલક્રીડા કરતા કરતા શ્રીકૃષ્ણની ગોપીઓએ મનાવ્યો. જ ઉગ્રસેન રાજાની કુંવરી રાજુલ સાથે નેમિકુમારનાં લગ્નનું નક્કી કર્યું. મોટી જાન લઈ પ્રભુ લગ્નના માંડવાના તેરણે આવ્યા પરંતુ તે સમયે પશુઓના પિકાર સાંભળી પાછા ચાલ્યા અને એમણે સંયમ લીધો. રાજુલ એમની પાછળ ચાલી અને ગિરનાર પર પહોંચી,. ત્યાંથી તેને નેમિકુમારે મુક્તિ મહેલમાં પહોંચાડી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૦૪) પરતખ-પ્રત્યક્ષ; પુરવ-પૂર્વ પસાઉલે–પસાયથી કૃપાથી; પલ– કુંપળ; ઉલક્ષ્યાં–આનંદથી ડોલવા લાગ્યાં; અમીયઅમૃત સાગ–શક.