Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
પ્રભુ ! તમે અમારા તરફ સ્નેહની નજરથી નિહાળે કારણ કે તમારા સાંનિધ્યથી અમે મંગલ સુખ પામીએ છીએ, તેમ સકલ જગતનો વ્યવહાર પ્રવર્તાવનાર સૂર્ય છે તેમ પૃથ્વી પર શિવસુખને માર્ગ દર્શાવનાર તમે જ છે, ને કેટલાક લેકે મેહથી અંધ બનીને બીજા દેવની આરાધના કરે છે તેઓ પાણીથી ભરેલા સરોવરને મૂકી મૃગજળની પાછળ ભમે છે, હે પ્રભુ! મારું પરમાર્થ એટલે કે સાચું સ્વરૂપ તે એક જ છે, પણ દર્શન ભેદને કારણે તમે બહુ રૂપ ધારણ કર્યો હોય એવા દેખાવ છે, જેમ સ્ફટિક મણિ જુદા જુદા રંગનાં મિશ્રણથી બહુ રંગી દેખાય છે તેમ ભવદુઃખનું ભજન કરનારા એવા હે નિરંજન પ્રભુ! અમને તમારા ચરણની સેવા કરવાની તક આપો.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૯૮) સી-સિદ્ધ થાય; દાલિદ્ર-દરિદ્રતા; ગિરૂઆ સેવા-મોટાની સેવા,
આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે “હે પ્રભુ! તમે જ મારા સાચા સ્વામી છે. તમે જ મારી મનાકામના પૂરી કરી શકે એમ છે. તમારી કૃપાથી અમે દરિદ્રતા દૂર કરી સાચું સુખ પામી શકીએ છીએ કારણ કે તમારા જેવા મેટા માણસની સેવા સાચા ભાવથી કરી હોય તે તે નિષ્ફળ જતી નથી. માટે હે પ્રભુ! મારી વિનંતી સાંભળી આપનાં દર્શન આપે, જે મારી દુર્ગતિને દૂર કરશે
કલશ (પૃ. ૧૯૮) સૌખ્ય–સુખ, ભંગુરા-નાશવંત;
કલશની પંકિતઓમાં કવિએ ચોવીસ તીર્થંકરની સેવા કરવાને અનુરોધ કર્યો છે, તીર્થંકરના સમવસરણને,ચોત્રીસ અતિશય, પાંત્રીસ વાણુ વગેરેને ઉલ્લેખ કરી છેલ્લી કડીઓમાં કવિ પિતાના ગુરુ શ્રી શાંતિવિમળને પરિચય આપે છે અને સં. ૧૭૫૦ માં માંગરેલમાં આ ચોવીસીની રચના પિતે કરી તે જ|વે છે.