Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
જય જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી
કળશ (પૃ. ૧૬૬) ગાયતાં–ગાતાં જિનરાગી-જિનેશ્વર ભગવાન પ્રત્યે અનુરાગ ધરાવનાર; ચઉમાસી-ચોમાસુ; રયા–રહ્યા; ગિરૂઆ-મેટા; સીસ-શિષ્ય, પંકજ-કમળ, મધુકર-ભમરે ઘો-આપે; સુષ-સુખ.
કળશની પંકિતઓમાં કવિ આ સ્તવનેની રચના કયાં કરી તેની માહિતી આપે છે. કવિ કહે છે કે વજીરપુર નગરમાં પારેખ આસકરણના આગ્રહથી મેં જિનસ્તવનની રચના કરી છે. સંવત ૧૭૩૯ માં મેઘવિજયજી વજીરપુર નગરમાં માસુ રહ્યા ત્યારે તેમણે સકલ સંધને સુખકર એવી આ વીસીની રચના કરી જે સાંભળતાં અને ગાતાં જન્મ પાવન થાય છે અને પાતકે દૂર થાય છે. અંતની બે કડીમાં કવિએ પિતાના ગુરૂ શ્રી ગંગવિજય અને એમના ગુરૂ શ્રી લાભવિજયનો પરિચય આપે છે અને કહ્યું છે કે આ ચોવીસ તીર્થકરેની સ્તુતિ આપણને ઘણું માંગલિક સુખ આપ.
૨૦ શ્રી નવિજયજી
શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૧૬૭) આ સ્તવનમાં કવિ શ્રી નયવિજય શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે મેક્ષસુખ મેળવનાર પ્રભુને નીરખીને દેવો અને માન ખૂબ હર્ષ અનુભવી એમને પ્રણામ કરે છે અને એમનાં ગુણગાન ગાઈ એમનું ધ્યાન ધરી આનંદથી રાસ ખેલે છે. કવિ કહે છે કે જેમણે પ્રભુના દર્શન થયાં છે અને જેમણે સ્વમુખે એમનું સ્તવનસંકીર્તન કર્યું છે તેમને અવતાર ખરેખર ધન્ય થઈ ગયો છે.
ષભદેવ પ્રભુ તે મોક્ષ સુખના આપનારા, અનેક ગુણના ભંડાર, અરે ! સુખની ખાણ જ છે એમ જાણું ભાવિકજનોએ એમની સેવા કરવી.