Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૯પ શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૬૪) હેજે-હેતથી; વલ્લભ-નાથ; મચ્છરમત્સર; ઈર્ષ્યા; તુક-તુષ્ટ; રાજી થાય,
આ સ્તવનમાં કવિ કહે છે કે હવે મહાવીર પ્રભુ સાથે જેમ જેમ હું નિકટતા અનુભવું છું તેમ તેમ મારી જંજાળ, ઉપાધિઓ વગેરે દૂર થતી જાય છે. હે પ્રભુ! આપ મને મળ્યા એ મારું મોટું સૌભાગ્ય છે. હું આપની નિરંતર સેવા કરીશ. મારા ઉપર કૃપા કરી હે નાથ! તમારી જે સંપત્તિ છે તેવી મારી પણ સંપત્તિ થજે. એટલે કે સંયમ વ્રત ધારણ કરી, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી આપે છે સિદ્ધિ મેળવી છે તેવી સિદ્ધિ મને પણ મળે એવી મારી અભિલાષા છે. હે પ્રભુ! દિવસરાત, સૂતાં બેસતાં મને આપનું જ સ્મરણ થયા કરે છે. માટે મને ભૂલી જતા નહિ. મેં મદ, મત્સર વગેરે અસદ્ વૃત્તિ એને ત્યાગ કરી આપનું સ્મરણ કર્યું છે અને આપને પ્રાર્થના કરી છે. તમે જે રીઝે તે મને ઘણું મોટી સંપત્તિ મળી છે એમ હું કહી શકું.
કળશની કડીઓમાં કવિએ પિતાના ગુરૂઓને ઉલ્લેખ કર્યો છે. અને શ્રી રાણપુરમાં સંવત ૧૭૩૮માં પિતે ચોમાસુ રહ્યા ત્યારે આ
વીસીની રચના કરી હતી એમ જણાવ્યું છે. આપણે જેને કવિએમાં કૃતિને અંતે રચના સાલ સૂચક શબદોમાં લખવાની એક મૌલિક પદ્ધતિ છે તેને ઉપયોગ આ કવિએ પણ કર્યો છે. એમણે ૧૭૩૮ ન લખતાં શશિ = : મુનિ = 0; શંકરનાં લેચન = ૩ અને પર્વત = ૮ એમ શબ્દ દ્વારા રચના સાલ આપી છે.
૧૯. શ્રી મેઘવિજયજી આ કવિની ચોવીસીની હરતપ્રત ન મળવાથી તેમની ચોવીસી અહીં આપી શકાઈ નથી. એ ચોવીસીની કળશની પંક્તિઓ બીજા ગ્રંથમાંથી મળવાથી તે અહી આપી છે.