Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૯૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી રાજુલ કહે છે, મારે કંથ ઈઝેલાં સુખ અને આનંદ આપનાર કલ્પવૃક્ષ જેવો છે, કામણગારે છે ગુણવાળો છે. એમને સંબોધી રાજુલ કહે છે કે હે પ્રભુ! તમારે રથ પાછો વાળે. જે મને તજવાની જ તમારી વૃત્તિ હતી, અને જે શિવપદની તમને આટલી બધી હોંશ હતી તે પછી મારા જેવી એક બાલિકાની ઉપેક્ષા કરવાની ધુંસ તમે કેમ કરી? મતલબ કે તમારે સગપણ કરતાં પહેલાં પૂરતે વિચાર કરવો જોઈ તે હવે તેને બદલે તમે તે પાણી પીધા પછી ઘર પૂછવા જેવું કરે છે, પરંતુ એ કંઈ કામ ન આવે.
કવિ કહે છે કે રાજુલે આપેલા આવા ઉપાલંભથી કંઈ એના ભરતા ઘરે આવ્યા નહિ એટલે એમને વંદન કરવાની ઈચ્છા કરી રાજુલ પિતે ગિરનાર પર્વત પર ગઈ. ત્યાં એણે સંયમવ્રત ધારણ કર્યું અને એણે મેક્ષપદ મેળવી અનુપમ સુખ મેળવ્યું. જિનેશ્વર પ્રભુની સ્તુતિ કરતાં કરતાં એણે પિતાનાં સમ્યકત્વને ઉજજવળ કર્યું.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (પૃ ૧૬૩) નિધાન ભંડાર, પાપનિકંદન પાપ નષ્ટ કરનાર, નંદન-પુત્ર; સુર-દેવ;
કવિએ આ સ્તવન પિતાના સમય હિંદી ભાષામાં લખ્યું છે. એમાં તેમણે પાર્શ્વનાથ પ્રભુના જીવનની કેટલીક હકીકતે આપી કહ્યું છે કે પૂર્વ ભવના પુણ્યના પ્રભાવથી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન હું પામી શકયો છું. અશ્વસેન અને વામાદેવીના આ પનોતા પુત્રનું મનહર સ્વરૂપ જોઈ દેવો પણ એના પ્રત્યે મડી ગયા છે. નીલ રંગવાળા પ્રભુ જ્યાં બિરાજતા હોય છે ત્યાંથી ભય, શોક વગેરે હમેશાં દૂર ભાગતાં હોય છે. કમઠને મદને ગાળી નાખનાર તથા કમઠના ક્રોધને દૂર કરનાર, એવા પ્રભુ ચાર કર્મ દૂર કરી કેવલ જ્ઞાન પામ્યા એવા શ્રી પાર્શ્વ પ્રભુના પસાયથી મેં અનુભવ જ્ઞાનને રસ પં.