Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૨૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી વકે અક્ષર, માથે મીઠું અને અર્ધચન્દ્રકારથી કવિ ૭૪ કાર સૂચવે છે અને તેની ઉપાસના કરવાને બોધ આપે છે.
પદ (પૃ. ૩૦) ભૂર–પુષ્કળ; અસર વેલા–સાંજ પડી જવી ને મોડું થવું, સૂજતાં -ખપે એવાં; દક્ષિણિ-જમણ.
આ પદમાં કવિએ ગામમાં સંધ આવ્યું હોય ત્યારે તેને સારી રીતે જમાડવા માટે ઉપદેશ આપે છે. કવિ કહે છે કે હે શ્રાવિકા, મેટ સંધ મળ્યો છે, ચેલાઓ ભૂખ્યા થયા છે. અને મોડું થવા આવ્યું છે માટે સુખડી તથા બીજી વાનગીઓ આપવા લાગે. કવિએ બીજી, ત્રીજી અને ચોથી કડીમાં જુદી જુદી વાનગીઓ જણાવી છે. પછી કવિ કહે છે કે ગાડામાંથી ભાતાના કરંડિયા જલદી ઉતારો કારણ કે તરસ્યા બળદને ભાર ઓછો થાય. અંતે તેઓ કહે છે કે આ અમૂલ્ય અવસરનો લ્હાવો લઈ છૂટે હાથે ભાતુ દઈ પુણ્યન ભંડાર ભરી લેવો જોઈએ. જે કોઈ જમણા હાથે આપશે તેને મોક્ષ રૂપી રમણને સાથ મળશે.
કાંસાની ભાસ (પૃ. ૩૦) પડસાલઈ–પરસાળમાં; કાંસો-કાંસકે; કુડા ઉતર પાડીયાબેટા જવાબ માંડ્યા; માણુકાં–માણસ; પીયારો-પ્યારો; જમવારે-જન્મારે.
આ માસમાં કવિએ સં. ૧૫૫૦ માં ઉજજૈનમાં પિષધશાળા પાસે બનેલા એક પ્રસંગનું વર્ણન કર્યું છે અને એને ભાવાર્થ ઘણો ગૂઢ છે એમ ભાસ વાંચતાં લાગે છે. કોઈક મહાત્મા પિષધશાળાએ જતાં કુંવરીને માથે કાંસકો જાએ છે અને તે માગે છે. જે કુંવરી તે ન આપે તો પિત અને પાણીનો ત્યાગ કરશે એમ જણાવે છે. કુંવરીએ કાંસકે પિતાની સોડમાં સંતાડયો અને પછી પિતાની સાસુ તરફ નાખે. સાસુ તે આપતી નથી અને આસપાસના લેકેને એકઠા કરે છે અને મહાત્માને અટકાવવા માટે કહે છે. મહાત્મા કહે છે કે ઉત્તમ ન્યાતમાં અવતરી તું કાંસકે કેમ લે છે? કાંસકાથી