Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૮૮ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૪૮) તિહું લેય ત્રલે લેક; અહનિસિ–દિવસરાત; હેજઈ–હેતથી.
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુ મનમાં આવીને વસેલા છે. સો વરસ થાય તે પણ એમને ભૂલ્યા ભૂલી શકાતા નથી. રાતદિવસ, સૂતાં જાગતાં આપણે આ ત્રણે લોકના તિલક સમાન આપણા અંતરયામીને દિલથી દૂર કરી શકતા નથી. એમના સ્વરૂપનું નયનથી દર્શન કરતાં હૈયું આનંદથી ઊભરાય છે. જ્યારે દૂર હેલું છું ત્યારે તમારા દર્શનની ઈચ્છા થાય છે, પરંતુ હે પ્રભુ! તમે જે મારી બાંહ ઝાલે, એટલે કે મને તમારા શરણે લે તે મારા મનની બધી ઈચ્છા ફળીભૂત થાય. માટે હે પ્રભુ ! મારા પર દયા લાવી દર્શને આપે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૪૯) સમય–સાજન; નાહલા–નાથ; ચૂક પડઈ–ભૂલ થાપ ખાય; પિસુહા-પિશુન–ચાડી કરનાર; સહઈ–સહન કરે; પરધર ભંજન-પારકાનું ઘર ભંગાવનાર; પરકજૂ–પરગજુ.
આ સ્તવનમાં કવિ શ્રી વૃદ્ધિવિજયે રાજુલની ઉક્તિ મૂકી છે. અન્ય સ્તવનમાં જોવા મળતી રાજુલની ઉક્તિ કરતાં આ ઉક્તિ થોડી જુદી પડે છે કારણ કે આમાં રાજુલે સંસારના રાગદ્વેષ, ઈર્ષ્યા, ખટપટ, વગેરેની વાત કરી છે. રાજુલ કહે છે, “હે નેમિનાથ પ્રભુ! હે સાજન મારી વાત સાંભળો. હે પ્રભુ હું તમારા પર વારી ગઈ છું. પરંતુ તેમ કરવામાં મેં કંઈ ભૂલ કરી નથી, જે મુગ્ધજન હેય, ભેળાં હેય તે ભૂલ કરે. જે ચતુર માણસ હોય તે તે બીજાની ચાડી કરેલી વાતથી પ્રેરાઈને પણ ભૂલ કરી બેસે. ચાડી કરનાર ષવાળા માણસો બીજાનું ઘર ભાંગવા માટે ખોડખાંપણ બતાવતા હોય છે. આ જગતમાં પરગજુ માણસે બહુ જ વિરલ હોય છે પણ પારકાનું ઘર ભાંગનારા