Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૯૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી અર્થ રહ્યો? તે પણ હે સ્વામી! જ્યાં સુધી તમે જવાબ નહિ આપો ત્યાં સુધી હું તમારે જ જાપ કર્યો કરવાને.”
૧૬. શ્રી ચાચિકુશલ શ્રી અષભજિન સ્તવન (પૃ. ૧૫૩). અહિ-સાપ નાગ; સાયરસાગર; સીપ-છીપ, જલદ-વાદળ, વલ્લભ-પ્રિયતમ; રેવા-અહીં નદીના અર્થમાં
આ સ્તવનમાં કવિને ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કેટલીક સુંદર ઉપમાઓ આપી સ્તવનને અલંકૃત કર્યું છે. કવિ કહે છે નાગ અને ચંદન, શંકર અને ગંગા, કમળ અને ભમરો, સાગર અને ચન્દ્રમા, મેતી અને છીપ, વાદળ અને મેર, વૃક્ષ અને પંખી, વિરહિણી અને પ્રિયતમ, હાથી અને નદી ઈત્યાદિ વચ્ચે પરસ્પર પ્રેમને લીધે જેમ એકાત્મ ભાવ રહેલું છે તેમ હે પ્રભુ! તમારી અને અમારી વચ્ચે એકાત્મભાવ રહેલું છે, કારણ કે અમારું મનડું તમારા પ્રત્યે મેહ્યું છે. હે પ્રભુ! જગતના સકળ ને તારણ કરવાને એક તમે જ સમર્થ છે ! તમારા ગુણસંકીર્તનથી અમારી જીભ સફળ અને પવિત્ર થઈ છે. અને અમારાં પાપ ટળ્યાં છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૫૪) હરખિત- હર્ષિત, આનંદિત; પટ–વસ્ત્ર,
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી શાંતિનાથ પ્રભુ સાથે ચિત્તડું અમારું વિંધાયું છે. તેમાં કંઈ ફેર થઈ શકે તેમ નથી. તેમનું સુકમળ નિરૂપમ અંગ નીરખતાં લેચન આનંદ અને ધન્યતા અનુભવે છે. કવિ સરખામણ આપતાં કહે છે કે આંબાનું અમૃતફળ મૂકીને આકડો જેમ કોઈ ન ખાય, તેમ, હે પ્રભુ ! આપની મનોહર મૂર્તિ છોડીને બીજાને કોણ ભજે? જેમ મજીઠના રંગનું વસ્ત્ર ગમે તેટલી વાર દેવાં છતાં રંગ જ નથી તેમ જેનું જ્યાં દિલ લાગ્યું હોય તે ગમે તેટલા