Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૩૦
તીર્થ કરની પદવી પ્રાપ્ત કરી અને એગ્ય સમયે તેઓ મેક્ષે સિધાવ્યા. એવા સેલમા જિનેશ્વર શાંતિનાથને દરેક ભાવિક જણ પ્રણામ કરે. એમને હું પાયે લાગું છું અને બીજું કંઈ ન માગતાં એમની સેવા જ માગું છું. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૪).
ઉજલિગિરિ-ગિરનાર, નિમ્મલ–નિર્મળ, સાંમલ-શ્યામલ વર્ણના; બે-ચૂરા કરે, દૂર કરે; રાયમઈ–રાજિમતી–રાજુલ; મનમથ-કામદેવ; પંજરૂ-પિંજર, સાયર-સાગર.
આ સ્તવનમાં કવિ નમ્નસૂરિએ શ્રી ગિરનાર પરના શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. કવિ કહે છે અમે ગિરનાર જઈશું અને એ તીર્થ પર જઈને નિર્મળ થઈશું. બાવીસમા નેમિનિણંદ મારા હૈયાને વીસામે છે. જે માણસ નિર્મળ પ્રેમથી નેમિજિનેશ્વરને પૂજે છે તે પિતાના કર્મના મળને ચૂરો કરે છે અને મુક્તિ રૂપી રમણીને પ્રાપ્ત કરે છે. પ્રભુએ રાજિમતીને છેડીને કામદેવને છતી ઉજજવલગિરિ પર જઈને એક મનથી ચારિત્ર્ય લીધું છે. તેમણે પશુઓના જીવોને ઉગાર્યા છે અને અનેક ભવિજનેને તાર્યા છે. એમની પાસે શરણાગતિ લેનાર માટે તેઓ વજના પિંજર સમાન બને છે. એટલે કે પછી કઈ શરણાગતને બહારના દુશ્મન તરફથી કશી આંચ આવતી નથી. માટે હે પ્રભુ! તમારી સેવા કદી હું મૂકીશ નહિ. કરુણાના સાગર, તમે મારા પર કૃપા કરી મારો ઉદ્ધાર કરે!
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૪). પાસ–પાશ્વનાથ.
આ સ્તવનમાં કવિ ખંભાતના સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરે છે. કવિ કહે છે કે ખંભાત નગરની શોભારૂપ ત્રેવીસમા જિનેશ્વર શ્રી પાર્શ્વનાથનું સ્મરણ કરતાં નવ નિધાન પામીએ છીએ. એ પ્રભુનું સ્મરણ કરનારને ધરણેન્દ્ર અને પદ્માવતી હાજરાહજુર થાય છે. અને