Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૪. જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી એને મનભાવતી અખૂટ રિદ્ધિસિદ્ધિ મળે છે. આ કળિયુગમાં બીજા દેવતાઓને મહિમા ઓછો જણાય છે. આ જગતમાં અઢારે વર્ણ સ્તંભન પાર્શ્વનાથને માને છે. એવા પામજણુંદ સેવકનો ઉદ્ધાર કરે.
શ્રી વીર જિન સ્તવન (પૃ. ૫૫) પુરવર-ઉત્તમ નગર; અવદાત-વૃતાન્તઃ
આ સ્તવનમાં કવિએ સાચેરના શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરી છે. કવિ કહે છે કે સાર ઉત્તમ નગર છે અને જેના યશને વૃત્તાંત ઘણું મટે છે. જેણે બાવન વીર હમીરને જીત્યા છે એ સાચરના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીને હું નમન કરું છું, હે પ્રભુ! તમે ગુણના ભંડાર છો. હું તમારા ગુણને પાર કેવી રીતે પામી શકું? પ્રભુ! હમણાં તમારું શાસન ચાલે છે, જે વડે ભવની તૃષા છીપે છે. જે નરે ઈન્દ્રિય રૂપી એટલે કે સક્રિયારૂપી કચેલા વડે એ જલે નથી પીધું તેને માણસ ભવ એળે ગયો છે. હે પ્રભુ! અમારા પર રહેમ નજર રાખી અમીના છાંટણાં છો કે જેથી અમાર* કાર્ય સિદ્ધ થાય.
હું તમારી પાસે વારંવાર એક જ વસ્તુની યાચના કરું છું કે તમારી હું સેવા કરું અને એ સેવા મારા મનને ઉલ્લાસ આપે.
આમ, કવિ નમ્નસૂરિએ પચે તીર્થના જિનેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરી છે.
૫. શ્રી જિનરાજરિ
શ્રી કષભજિન સ્તવન (પૃ. ૫૭) મધુકર-ભમરે; મકરંદ-મધ; અરવિંદ-કમળ, તીખા-તીક્ષણ કંટક-કાંટા; અલવિ-ભમરે; આવેદાય-સહન કરે; બિકાયે-વેચાય; અણહુત-સ્વાભાવિક - કવિ આ સ્તવનમાં કહે છે કે મારે મનરૂપી ભમરે ઋષભ