Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
યા પુદ્ગલકા કયા વિસવાસા સુપનેકા-સ્વપ્નને; વાસા–રહેવાસ, શિવપુર-મેક્ષધામ.
આ પદમાં શ્રી આનંદઘનજી કહે છે આ શરીરરૂપી પુગલને શો વિશ્વાસ કરવો? જેમ સ્વપ્નમાં કોઈ સરસ મહેલમાં રહેવાનું મળ્યું હેય પણ જ્યારે જાગીએ ત્યારે તેમાંનું કશું હોતું નથી તેવીજ રીતે આ શરીરરૂપી ઘરમાં આત્માને માટે સમજવું. જેવી રીતે વીજળી ક્ષણવાર ચમકી અદશ્ય થઈ જાય છે, જેવી રીતે પાણીમાં પતાસું ઘડીકમાં ઓગળી જાય છે, તેવી રીતે આ દેહને ક્ષણવારમાં નાશ થવાને છે. આવા ક્ષણભંગુર દેહને ગર્વ ન કરવો જોઈએ. અંતે એ દેહને નાશ જંગલમાં જ થવાનું છે, એટલે કે મૃત્યુ થતાં લેકે એને જંગલમાં સ્મશાનમાં બાળી આવશે. કવિ કહે છે કે આ સંસારની બધી વસ્તુઓ, તન, ધન, યૌવન, ઘરબાર-બધાં જ જુઠાં છે. સત્ય વસ્તુ જો કોઈ હોય તે તે આત્મતત્ત્વ છે. માટે આત્મસ્વરૂપને પામવું, મોક્ષ મેળવી મેક્ષધામમાં વાસ કરવો એજ સત્ય છે.
ક્યા સેવે, ઊઠ જાગ બાઉ-ભેળા, મૂર્ખ, આયુ-આયુષ્ય, વરિય–ધડિ પર; ના–નાવ, ધ્યાઉ–ધ્યાન ધર.
આ પદમાં કવિ કહે છે, “હે મૂખ, ભોળા, બહાવરા જીવ, તું શું મોહનિદ્રામાં પડી રહ્યો છે? અંજલિમાંથી પાણું જેમ ઝડપથી સરવા લાગે છે તેમ આ આયુષ્ય ઝડપથી ઘટી રહ્યું છે. પહેરેગીરે ઘડી પર ટકોરા મારે છે તે બતાવે છે કે આયુષ્ય ઘટી રહ્યું છે. ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર અને મોટા મોટા મુનીન્દ્રો-આવા બધાઓનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું ગયું અને તેઓ બધા ચાલ્યા ગયા. મૃત્યુ આગળ કેણુ ટકી શક્યું છે? મેટા મેટા રાજાઓ હેય, ચક્રવતી, બાદશાહ કે રાણું હેય, પણ તેથી મૃત્યુ આગળ તેમનું શું ચાલે?
૩૦