Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
કઈ પાર્શ્વનાથ કહે છે, કેઈ બ્રહ્મા કહે છે. આમ બધા લોકે પરમાત્માને જુદા જુદા સ્વરૂપે ઓળખાવે છે અને લૌકિક કે વ્યાવહારિક દષ્ટિએ તેમાં કશું ખોટું નથી. પરંતુ સંસારના બધા જ જીવોમાં એકસરખું ચૈતન્ય યા બ્રહ્મત્વ વ્યાપી રહ્યું છે. જેમ ભાટી એકની એક છે, પણ એમાંથી જુદી જુદી વસ્તુ બનાવતાં કોઈને આપણે ઘડે કહીએ, કઈને કેડિયું કહીએ, કેઈને ઈટ કહીએ, પરંતુ તે બધામાં સમાન તત્વ તે માટી છે તેવી જ રીતે જીવાત્મા અને પરમાત્મા સંબંધે સમજવાયું છે. અહીં આપણને કવિ નરસિંહ મહેતાની પંકિત યાદ આવે છે :
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અંતે હેમનું હેમ હૈયે.
આમ, આકારની દષ્ટિએ વસ્તુઓ ભિન્ન ભિન્ન છે, પરંતુ મૂળ તત્વની દૃષ્ટિએ તે તે એકરૂપ, અભેદરૂપ છે. આપણું જૈન પરિભાઅષામાં કહીએ તે વ્યવહાર નયની દૃષ્ટિએ જોઈએ તે આકૃતિભેદથી માટીની વસ્તુઓ અનેક છે અને સંગ્રહ નયની દૃષ્ટિએ જોઈએ તે તે બધી વસ્તુઓ અભેદરૂપ છે. તેવી જ રીતે વ્યાવહારિકનયથી જોતાં -જીવાત્માઓ ભિન્ન ભિન્ન છે, પણ સંગ્રહનયથી જોતાં સર્વે આત્માઓ એકરૂપ છે.
ત્રીજી અને એથી કડીમાં કવિએ રામ, રહેમાન, કૃષ્ણ મહાદેવ વગેરે કયા અર્થમાં ઘટાવવા જોઈએ તે સમજાવ્યું છે. જે પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમે તેને આપણે રામ કહીએ. જે જીવો ઉપર રહમ એટલે એટલે કે દયા રાખે તેને રહેમાન કહીએ; જે અનાસક્ત થઈ કર્મ કરે છે તેને આપણે કાન-કહાન–કૃષ્ણ કહીએ; જે રાગ દ્વેષને જીતી, કર્મોને ક્ષય કરીને મુકિત પામ્યા છે તેને આપણે મહાદેવ કહીએ, જે પિતાના શુદ્ધ સ્વરૂપને સ્પર્શે છે એટલે કે પામે છે તેને આપણે પાર્શ્વનાથ કહીએ; જે પિતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણે છે તેને આપણે બ્રહ્મા કહીએ. આવી રીતે આપણાં પોતાના કમરહિત, ચિતન્યમય આત્મસ્વરૂપને ઓળખવાને આનંદઘનજી ઉપદેશ આપે છે.