Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૯૩
છે કે તમારા મુખનું દર્શન થતાં જ મારા હૃદયની અસ્થિરતા-ડામાડોળ સ્થિતિ ટળી જાય છે.
છેલ્લી કડીમાં કવિ કહે છે કે સમતાના આવા શબ્દો સાંભળી મિત્ર વિવેકે એને કહ્યું કે “હે સમતા! તું હવે ખેદ ન કર. આનંદના જેવા તારા સ્વામી આત્મા જરૂર તારા મંદિરમાં પધારશે અને તારી સાથે આનંદમાં રંગરેળ થશે.
આશા એરિનકી ક્યા કીજે ઔરનકી બીજાની; કૂકર-કૂતરે; જાયા-પુત્ર; કબહુ-ક્યારેય; અવટાઈ–ઉકાળીને.
આ પદમાં કવિ કહે છે કે હે ચેતન, તારે બીજાની આશા શી રાખવી? તારે તો જ્ઞાનરૂપી અમૃત રસ પીવો જોઈએ. કૂતરો રોટલાના ટુકડાની આશાએ લેકાના બારણે બારણે ભટકતા હોય છે. અને છતાં તેને કંઈ સંતોષ વળતો નથી તેવી રીતે તે પણ આટલા આટલા ભવ સુધી કંઈ કંઈ આશાએ ભટક્યા કર્યું છે. જે લેકેએ કંઈક અહિક સુખની આશાની ખુમારી અનુભવી હોય છે તે ખુમારી થોડા વખતમાં જ ચાલી જાય છે. પણ આત્માના અનુભવરૂપી અમૃતરસના પાનની ખુમારી જે રસિકેને ચડે છે તે તે કયારેય ઊતરતી નથી.
જે માણસે આશારૂપી દાસીના પુત્ર બને છે તે માણસ આખા જગતના દાસ બને છે. એટલે આશાથી વશ બનેલા માણસે લાચારીથી આખા જગતનું દાસત્વ સ્વીકારે છે અને જ્યાં ત્યાં કરગરતા ફરતા હોય છે. પરંતુ જેઓ આશાને પોતાની દાસી બનાવી પોતે એના નાયક બને છે, એટલે કે જેઓ આશાને પોતાને વશ રાખે છે તેવા આત્માનુભવીઓ જ અમૃતપાનના અધિકારી બને છે.
ત્રીજી કડીમાં કવિ વધુ એક રૂ૫ક યોજીને કહે છે કે મનરૂપી યાલામાં પ્રેમરૂપી મશાલ ભરીને એને તનરૂપી ભઠ્ઠીમાં બ્રહ્મરૂપી અગ્નિથી બાળીએ અને ઉકાળીએ અને તેને કસ કાઢીને પીએ તે