Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી માનવિજય કવિની આ એક રૂપકના પ્રકારની ઉત્તમ રચના છે કારણ કે બીજા કવિઓનાં સ્તવન કરતાં એમણે આ સ્તવનમાં નિરાળું આલેખન કર્યું છે. આ સ્તવનમાં એમણે નેમિનાથને મેહ નામના દ્ધા સામે લડતા અને અંતે એમાં વિજય પામતા બતાવ્યા છે. કવિ કહે છે કે મોહે આ સૃષ્ટિમાં બધે જ કેર વર્તાવ્યો પણ નેમિજિણુંદ પર એ બધાની કંઈ જ અસર થઈ નથી, કામદેવે સ્ત્રીરૂપી પિતાના યોદ્ધાઓ મેકલ્યા તે એકલમલ્લે એ બધાને એકલે હાથે હરાવ્યા. ખરેખર! સ્વામીના બળની તુલના થઈ શકે એમ નથી. કોઈક સ્ત્રી નયન કટાક્ષરૂપી તીણ બાણ છેડતી, તે કઈક પિતાનાં વેધક વચનરૂપી ગોળી, વાણીરૂપી ગળી છેડતી કે જે વાગતાં અચૂક પ્રાણ નીકળી જાય; કઈક સ્ત્રી પિતાની આંગળીરૂપી કટારી ઘેચતી, કઈક પિતાના ચોટલારૂપી કિરપાણ ઉછાળતી, કેઈક પોતાના સેંથારૂપી ભાલ ઉગામતી, કેઈક ફૂલના દડારૂપી ગોળી સંયમરૂપી ગઢ પર છોડતી તે કેઈક પિતાના સ્તનરૂપી હાથીના કુંભસ્થળથી હૃદયરૂપી ગઢના બારણું પર પ્રહાર કરતી, તે પણ શીલરૂપી નાથ તે એ બધાથી પર જ રહ્યા. એ દુશ્મનની એક પણ ગળી એમને વાગી નહિ, એટલું જ નહિ મોહના એ બધા સુભટો પરાજ્ય પામી દશેદિશામાં નાસી ગયા એ પછી નવજાતની પ્રીતિએ વિવાહ મંડપરૂપી કેટ સજીને એક નવું યુદ્ધ શરૂ કર્યું પણ પ્રભુએ તે એને પણ નિશાનથી બરાબર ચોટ દીધી. એટલે કે વિવાહરૂપી યુદ્ધમાં પણ નેમિનાથ અપરાજિત રહ્યા. પછી નેમિનાથે રાજુલ પાસે મેહની ચાકરી છેડાવી એને મેક્ષમાર્ગે વાળી અને પોતે પણ રેવતગિરિ (ગિરનાર) જઈને સંયમરૂપી ગઢની રચના કરી, પછી તેમણે શ્રમણ ધર્મ અંગીકાર કરી મેહની સામે યુદ્ધ માંડયું. પિતાનાં સંવેગરૂપી ખડગ અને ધમરૂપી ઢાલ લઈ કેશરૂપી ભાલા ઉડાડયા, શુભ ભાવનારૂપી નાલ ગડગડાવી, ધ્યાનરૂપી બાણની ધારા વરસાવી મોહને નષ્ટ કર્યો અને એ રીતે તેઓ જગતના નાથ બન્યા. આમ, એકંદરે કવિએ એક સરસ રૂપકની યોજના કરી છે.