Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
અ૭૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી અનુભવ-જ્ઞાનરૂપી લાલી આત્મામાં જાગ્રત થાય છે, એટલે કે જે માણસો બાહ્ય જગતની તૃષ્ણ કે લાલસાનો નાશ કરી આત્માનુભવમાં મગ્ન રહે છે અને તેની ખુમારી અનુભવે છે તેને સાચા આત્માનંદને અનુભવ થતો હોય છે.
છેલ્લી કડીમાં કવિ કહે છે, “હે ચેતન ! સામાન્ય માણસોને સમજાય નહિ એવો અગમ અનુભવનો પ્રેમરસનો હાલે તું પી જા. અધ્યાત્મસ્વરૂપમાં વાસ કરીને તારે આ પ્રેમરસ પ્યાલે પીવાનો છે. એમ કરવાથી અનુભવ રસની એટલી ખુમારી ચડશે કે આનંદને સમૂહ એવો ચેતન ત્યાં પિતાના સ્વરૂપમાં ખેલવા લાગશે અને દુનિયાને તમાસારૂપે દેખવા લાગશે.
શ્રીમદ્ આનંદઘનજી મહારાજે આવાં ૧૦૮ પદે લખેલાં છે અને તે દરેકનો વિસ્તારથી અર્થ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે પિતાના ગ્રંથમાં સમજાવેલો છે. તે માટે જિજ્ઞાસુઓએ “આનંદઘન પદ સંગ્રહ” (અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ તરફથી પ્રકાશિત) જેવું.
૧૨ મહોપાધ્યાય શ્રી માનવિજયજી
અઢારમા શતકના આરંભની પહેલી પચીસીમાં સં ૧૨૫ આસપાસ પિતાની ચોવીસી રચનાર આ કવિત્રીએ પરંપરા પ્રમાણે લખાતાં સ્તવને કરતાં કંઈ ન જ ભાવ કે વિચાર પિતાના સ્તવનમાં વ્યક્ત કર્યો છે. એમની કેટલીક રચના ખરેખર ઉચ્ચ કવિતાની કટિ સુધી પહોંચી શકે એવી છે.
શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૧૧૩). મહેર-કુપા; પરે–જેમ; નિવા-નિભાવ;
ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કવિ કહે છે કે હે પ્રભુ ! તમારા દર્શનથી મને પરમ આનંદ થાય છે. હું દિવસરાત તમારું જ ધ્યાન ધરું છું. તે મારા ઉપર હે પ્રભુ! કૃપા કરજે. આપણી પાછળ જે આપણને વળગેલા હેય એટલે કે જેમણે આપણે આશ્રય લીધો હોય