Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
નાથના ચરણરૂપી કમળને મોહી રહ્યો છે. એણે એક વખત પ્રભુનાં ગુણરૂપી મધ ચાખ્યું છે માટે તે હવે ઉડાવવા છતાં ઊડતું નથી. રૂપમાં રૂડાં હોય, સુંદર હોય, ત્યાંથી ભમરો ઊડી જતો નથી; એ તો તીણુ કાંટાવાળા કેતકીના છોડ પાસે પણ જાય છે. કવિ કહે છે કે જેને રંગ બદલાતું નથી એટલે કે જે એકવચની છે તેની પાસે સામેથી દેડીને જવું. પણ જે કામને વખતે જ કરમાય છે એટલે કે કામ પ્રસંગે જ છટકી જાય છે તેને સંગ ન કરવો ને પારકાના બંધનમાં પડયા તે કોના હાથે વેચાય છે. જે ઘરધરના મહેમાન હોય છે તેને વેઠ જ મળતી હોય છે. છેલ્લી કડીમાં કવિ કહે છે કે એક કરોડ દેવે જિનેશ્વર ભગવાનનાં ચરણ કમળની સેવા કરે છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ.૫૮) વેદ-વેદના; અવદાત-વૃત્તાન્ત; મિહિર–મહેર, કૃપા.
અનંત કાળ સુધી ભવોભવમાં રખડતાં જે વેદના સહન કરી તેની શી વાત કરવી ? બ્રાહ્મણ પણ ગયેલી તિથિ વાંચતું નથી એટલે કે ભૂતકાળને ઉખેડતો નથી. હે પ્રભુ! તમે પૂર્વ ભવમાં જે રીતે પારેવા પ્રતિ પ્રીતિ દાખવી એ તે તમે જ કરી શકે! અને માટે જ તમારી એ વાત સાંભળી સહુ કોઈ સેવક તમારી આશા રાખે છે. હું પણ તમારી પાસે એ જ આશાએ આવ્યો છું, માટે મારા પર કૃપા કરે. હે અંતર્યામી, તમે જે મારા અંતરની પીડા ન સમજે તે તમે અંતર્યામી શાના ? જે તમને દુઃખી લેકેને દેખીને તેમના પર દયા ન આવે તે તમે દીનદયાલ શાના? તમે શરણાગત આવેલા પર માયા ન કરે તે પછી તમારી સેવા કેણ કરશે? હે પ્રભુ! જે કોઈ તમારી સેવા કરે છે તેને ત્રિભુવનનું રાજ્ય મળે છે અને વૃક્ષ પ્રમાણે જેમ વેલે વધે તેમ સેવક તમારી સેવા કરી તમારા જેવો બને છે. આ સ્તવનમાં કવિએ પ્રભુને મીઠે ઉપાલંભ આપી પ્રશ્નો કરી સેવકને ઉદ્ધાર કરવાનું કહ્યું છે.