Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
જહર જૈન ગૂર્જર સાહિત્ય-રન્ને અને તેમની કાવ્ય પ્રસાદ
આ સ્તવનમાં કવિએ શુદ્ધ ચેતનાની ઉક્તિ રજૂ કરી છે. ચેતના કહે છે કે કષભદેવ મારા પ્રિયતમ છે. એમના સિવાય બીજા કોઈને હું ચાહતી નથી. તે મારા ઉપર રીઝ રાખે અને મારે સંગ ન છોડી દે તે હું મુકિત પામું. જગતમાં બધા લેકે પ્રીતિની સગાઈ કરે છે. પણ એ કંઈ સાચી પ્રીતિની સગાઈ નથી. પ્રીતિની સગાઈ તે એવી હોય કે જેમાં કઈ જાતની ઉપાધિ રહે નહિ. જે સગાઈમાં ઉપાધિ હોય તેની કશી કિંમત નથી. એથી તે જ્ઞાનાદિ રૂપી ધનને. નાશ જ થાય છે.
કઈક પિતાના પતિને મેળવવાને કારણે અગ્નિપ્રવેશ કરે છે. મનમાં એમ માનીને કે દેડીને પતિને મળીશું, પરંતુ એ રીતે સ્વામીની પ્રાપ્તિ થતી નથી. કેઈક પતિના રંજન અર્થે ઘણું તપ કરે છે, પણ એથી પતિને રંજન થતું નથી. આવું પતિરંજન મેં મારા ચિત્તમાં વિચાર્યું નથી. પરમાત્મારૂપી સ્વામી સાથે અંતરથી મેળાપ કરી શકાય છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપ સાથે આત્માનું તન્મય બની જવું એ જ સાચું રંજન છે. એ જ સાચું પ્રભુમિલન છે.
કઈક કહે છે કે આ જગત એ પરમાત્માની લીલા છે. પરમાત્માએ લીલા અર્થે જગતની રચના કરી છે. એની ભકિત કરીએ તે આપણું મનની આશાઓ પૂર્ણ થાય. પરંતુ આ મેગ્ય નથી, કારણ કે રાગદ્વેષરૂપી દોષથી રહિત એવા પરમાત્માને જગત રચવાની લીલા ઘટતી નથી, કારણ કે જ્યાં લીલા છે ત્યાં રાગદ્વેષરૂપી દોષનો. વિલાસ છે.
પરમાત્મા શ્રી ઋષભદેવ એ જ સાચા પ્રિયતમ છે. એમના પૂજનથી ચિત્તની પ્રસન્નતા થાય છે. એમની પૂજા એ જ અખંડિત પૂજા હોવી ઘટે. સર્વ પ્રકારનાં કપટનો ત્યાગ કરીને પરમાત્મારૂપી સ્વામીને સર્વસ્વ અર્પણ કરવું એ જ પ્રભુમિલનને સાચો ઉપાય છે.