Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ.૮૮) ધન-વાદળ; સહસ-હજાર; પરચંડ–પ્રચંડ, મોટો; સમીર-પવન; જલધર-વાદળ. અવિહડ–મોટું.
આ સ્તવનમાં કવિએ સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવતી શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. કવિ ઉપમા આપે છે કે જેમ મોટા પવનથી ઘર વાદળાંઓ હટી જાય છે અથવા જેમ વાદળનાં પાણીથી દાવાનલ શમી જાય છે તેમ શ્રી શાંતિનાથ પ્રભુની સેવાથી વિન રૂપી વાદળ દૂર હટી જાય છે અને દુઃખરૂપી દાવાનલ શમી જાય છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૮૮) પહેતાં પહોંચતાં; નિરવાણી-નિર્વાણ, મોક્ષ; પસાય-કૃપા; નાણીજ્ઞાની; વરસો-વિચાર કરે; તરસે–ત્રાસ; મામ–આબરૂ, ઉજાણીઉજજવલગિરિ,
આ સ્તવનમાં રાજુલ કહે છે, હે નેમિનાથ, હું તમારી દાસી છું. માટે તમે વાત વિચારી જુઓ. મને છોડીને ચાલી જવાથી જગતમાં તમારી હાંસી થશે.” આમ કહેતી રાજુલને જ્ઞાની નેમનાથને મેળાપ થાય છે અને બંને મેક્ષગામી બને છે.
શ્રી નેમિનાથ સ્તવન-બીજું (પૃ. ૮૯) છેહ-અંત; પરવાલડી–પરવાળુ; ચિગટ-તેલ, ઘીના અર્થમાં આછિ–છાશ; લાછાં—હથેળીમાં કે પગને તળિયે લીમડાના પાનથી છાશ છાંટી પછી તાવેતાથી કામ પાડી ચિકિત્સા કરવી તે.
શ્રી વિનય વિજયજીનું આ ખરેખર એક ઉત્તમ સ્તવન છે, કારણ કે કવિએ આમાં પોતાની કલ્પનાથી કેટલાંક સરસ મૌલિક દૃષ્ટાન્ડે આપ્યાં છે. રાજુલ કહે છે, “હે સ્વામી! તમારો રથ ફેરવવવાનું માંડી વાળીને આ બાજુ પધારે. જે તમારે એમ પાછા જ