Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૫૫ દાતા છે. એમની કીતિ’ મેં ભાવ ધરીને, મનને સ્થિર અને શુદ્ધ કરીને ગાઈ છે. એ જિનેશ્વર પ્રભુનાં નામ કલ્પવૃક્ષ બરાબર છે એથી સુખનો ભંડાર પામી શકાય છે. એ વીસે પ્રભુનાં સ્તવન ભિન્ન ભિન્ન રાગમાં લખ્યાં છે તે ચતુરાઈથી સૌ ગાઓ. શ્રી સમગણિ ગુરુની કૃપા પામીને, નિર્મળ મતિ હૃદયમાં રાખીને જિનહર્ષસૂરિએ આ રચના કરી છે તે પ્રભુના વરદાનરૂપ બની છે.
૯. શ્રી જિનરત્નસૂરિ
શ્રી ઋષભજિન (પૃ. ૮૦) સુમરી-સ્મરીને, સ્મરણ કરીને; યુગલા ધરમન્યુગલિક કાળને ધર્મ સામી–સ્વામી; ઉપસમ–ઉપશમ, શાંત; પાતક-પા૫; પદનલિનપદપંકજ, ચરણરૂપી કમળ.
આ લધુ રચનામાં કવિ કહે છે કે યુગલિક ધર્મના અંતે નવા યુગને આરંભ કરનાર એવા ઋષભદેવ ભગવાનનું સ્મરણ કરવાથી, એમનું દર્શન કરવાથી દિવસ સફળ થાય છે. તેઓ ઉપશમરૂપી રસના સાગર જેવા હોવાથી આપણા પાપરૂપી ભલને દૂર કરે છે. કવિ કહે છે કે ભમરા માટે જેમ કમળપુષ્પ રસિક બને છે તેમ આપણને પ્રભુના ચરણાપી કમળ હમેશાં રસિક લાગે છે.
શ્રી શાંતિનાથજી ગીત (પૃ. ૮૦) મેરઈ–મારા, જસુ-જેને; સેહઈ-ભે છે. કસવઢ-કસોટીને પત્થર, કસિયઉ–કસેલું. ઉછરંગ-ઉંમગ; ઉલસિય-ઉલ્લાસ અનુભવાય છે.
આ લઘુ ગીતમાં કવિ કહે છે કે વિતરાગ પ્રભુ મારા મનમાં વસેલા છે. એવા સલમા તીર્થંકર શાંતિનાથ પ્રભુને અનુપમ દેહ કસોટીના પથ્થર ઉપર જેમ સુવર્ણ લિટે શોભે તેમ શોભે છે અને તે જોઈ એવા પરમ ઉપકારી પ્રભુનું સ્મરણ થતાં અંગે