Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૪ જેને ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી તું પણ આળસ છોડી સાહેબને ભજવા લાગે કે જેથી આશા, મનવાંછના ફળીભૂત થાય.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૭૮) મહિર-કૃપા, આરતી-દુખ.
આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! આપ મારા પર મહેર કરો અને મારાં દુઃખ દૂર કરે. મને તમારે સેવક જાણે મારા ઉપર પ્રેમ રાખે. તમે તે કૃપા કરવામાં લોભી થઈને બેઠા છે, પરંતુ હું તે ખરેખર ખૂબ લાલચુ છું. તમે લેભ કદાચ છેડશે પણ મારી લાલચ હું નહિ છોડું. માટે હે પ્રભુ! ગરીબનો ઉદ્ધાર કરે.
શ્રી મહાવીર જિન સ્તવન બીજું (પૃ. ૭૮). એસે–એ; ખો-ખૂંચી રહ્યો નિજ-પિતાને; અશુચિ-ગંદકી, અપવિત્રતા, અશુદ્ધિ, સહે-સહન કરવું; સેઈએ, બુરાઈછોડાવી; સરભરિયે–પુષ્કળ, સરોવર ભરાય એટલું; લઈ લેક; હિયામેંહૈયામાં;
હે પ્રભુ! મેં જાણ્યું નહિ કે ભવદુઃખ આવું હોય છે. અત્યાર સુધી હું મોહમાયામાં મગ્ન બની ખુંચી રહ્યો હતો, અને એ રીતે હું મારો આ ભવ હારી ગયે. મેં મારો ભવ એળે ગુમાવ્યા. હવે તે ફરીથી જન્મ, મરણ અને ગર્ભવાસની એ જ ગંદકી મારે સહન કરવાની આવી. ભૂખ, તરસ અને પારકાને વશ રહેવાનું બંધન-બધું જ કષ્ટ ફરીથી ભેગવવાનું આવ્યું.
હે પ્રભુ ! આ દુઃખમાંથી મને કોઈ જ છોડાવી શક્યું નહિ. એ જાણીને હું તો પુષ્કળ રડ્યો છું. જગતની બધી સગાઈ તે માત્ર ઠગાઈ છે. બધા જ લેકે સ્વાથી અને જૂઠા છે, માટે મેં એક આપનું જ શરણ હૈયામાં સ્વીકાર્યું છે.
કળશની પંકિતઓમાં કવિ કહે છે કે એવિસે જિનેશ્વરે સુખ