Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૫ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી - કવિ જીવને સંબોધીને કહે છે કે “હે અજ્ઞાની! તું મિથ્યાત્વમાં
શા માટે મોહે છે ? સાચો રસ્તે એ છે કે તું પ્રથમ જિનેશ્વરને ભજ કે જે મોક્ષ સુખ આપનાર છે. ફક્ત વિષયી કે અભિમાની લેકે જ બીજા દેવની સેવા કરે છે. પરંતુ જે દેવ પિતે તરી શકતા નથી તે બીજાને ક્યાંથી તારવાના હતા ? વસ્તુતઃ એ દુર્ગતિની જ નિશાની છે. તરનાર અને બીજાને તારનાર એવા જહાજ જેવા તે મારા પ્રભુ ઋષભદેવ છે એવું જાણીને, હે જીવ! તું ભવસિંધુ તરી જા.
શ્રી કષભદેવ સ્તવન (બીજું પૃ. ૭૫) પાતિય–પાતક–પાપ કરતિ સાર-ઉત્તમ કીર્તિ, જાકી–જેને; અનૂપ—અનુપમ; ભૂપ-રાજા.
શ્રી ઋષભ જિનેશ્વરનાં દર્શન કરવાથી જ તારાં પાપ દૂર થઈ ગયાં. પ્રથમ જિનેશ્વર રૂપી ચન્દ્ર આ કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. દેવો અને ચક્રવતીઓ પણ એનો આશ્રય લઈને આનંદ અનુભવે છે. એ પ્રભુને મહિમા અને એમની ઉત્તમ કીર્તિ એ બંને સંસારમાં ખૂબ વધ્યાં છે. જગતમાં એને પાર કઈ પામી શકતું નથી. પાંચમા આરાનાં ભવસાગરમાં જીવનરૂપી જહાજને યોગ્ય સ્થળે આણનાર આ જિનરાજરૂપી દીવાદાંડી આજે પ્રગટ થઈ છે. તેઓ ધમની આજ્ઞા પ્રવર્તાવનાર સાચા રાજવી જેવા છે. એમના અદ્ભુત રૂપની મનહર અને અનુપમ છબીને નયણ ભરી ભરીને નીરખવાથી સુખની વર્ષા થાય છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૭૬ ) દેસનદેશમાં, નિવ-વસે છે; સોલમ–સોળમા; વિષમ-વિકટ; જાનિકે-જઈને; મન પિસ–મનપ્રવેશ.
કવિ કહે છે કે જે દેશમાં સોળમા તીર્થંકર વસે છે એ દેશમાં જઈને હું કેવી રીતે સંદેશો પહેચાડું ? કારણ કે ત્યાંને માર્ગ વિકટ છે, વાંકાચૂંકે છે. જે લાખ ઉપાયે પણ એ દેશમાં હું ચિત્તથી પ્રવેશ & હિારાજામહારાજાને થાય.