Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેમની કાવ્ય પ્રસાદી
છે. તે પ્રમાણે ચન્દ્ર (૧) કુલગિરિ (૬) અને આદિત (૧૨) ખરાબર ૧૬૧૨ થાય છે. એટલે આ ચાવીસીની રચનાસાલ ૧૬૧૨ છે. કવિના પરિચયમાં ચાર્વીસી રચનાની સંવત ૧૭૧૨ આપી છે તે ભૂલ લાગે છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ (પૃ. ૭૨) તિહુ લેક–ત્રણે લોક વિલાયા—લાવ્યું; ભમરલા-ભમરાઃ શુક્રપોપટ; જ.—જાત્રુડુ; વિષય–કામ વાસના;
"
કવિ આ સ્તવનમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને ઉદ્દેશીને કહે છે, * હે પ્રભુ ! તમારું નામ કેટલું મનેાહર, કેટલું મીઠું છે! ત્રણે ભુવનમાં એ સારરૂપ લાગે છે. તમારા નામનું સ્મરણ કરતાં હંમેશાં પાપ નષ્ટ થાય છે માટે મને એનું જ ધ્યાન ધરવાનું ગમે છે. મારું મન દિવસ રાત તમારી પાસે જ વસે છે. તમારા મુખરૂપી કમળ જોવા માટે મારા મનરૂપી ર્હંસ સતત આતુરતા ધરાવી અવાજ કરે છે. જે ડીએ તમારાં નયણુ નીરખવા મળે છે એ ઘડી ધન્ય બને છે.
અહા, આ સંસાર દુ:ખની દારી જેવા છે. સંસારની ઠગારી ઈન્દ્ર જાલમાં મન મગ્ન ખતી જાય છે. માટે હે પ્રભુ! મારી તમને વિનતિ છે કે તમે મને એમાંથી ભવપાર તારા, ઉતારા, હું સ્વપ્નની જંજાળમાં માહી રહ્યો હતા અને એને લીધે મને સમયનું ભાન રહ્યું નહાતું. મેં કેટલા કીમતો કાળ આમ વેડફી નાખ્યા. આમ, સંસારમાં મેં જન્મ ખાયા. ઘીતે મેળવવા માટે મેં તે અત્યાર સુધી પાણી જ વલાવ્યા કર્યું. જેમ ભમરા કેસુડાંના ફૂલના શ્રમથી પોપટની ચાંચ તરફ્ ઊડ્યો, પરંતુ એથી તા ઊલટું, પાપટે એને જાંબુડુ ધારીને ચાંચમાં લીધું અને ગળામાં ઉતારવા જતાં એને દુઃખ થયું. આ રીતે સસારમાં લાલચમાં પડેલા જીવા સાય છે. કવિએ ભમરા અને પોપટનું આ એક ઘણું જ સુંદર અને કવિત્વમય કલ્પનાવાળું ઉદાહરણ આપ્યું છે.