Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
જદ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
નેમિનાથ મારા મનમાં, અરે ભાર આખા જીવનમાં વસેલા છે. તેઓ તે હરિવંશ રૂપી મેરૂ પર્વતની શોભા જેવા યદુવંશના નંદન વનમાં ઊગેલા કલ્પવૃક્ષ સમાન છે, જેની પ્રશંસા દવે અને મનુષ્ય પણ કરે છે. કવિ બીજી અને ત્રીજી કડીમાં નેમિનાથનાં માતાપિતા. ગામ, દેહ, વાન, આયુષ્ય, લંછન, યક્ષ, દેવી વગેરેને પરિચય આપે છે. વિશેષમાં કવિ કહે છે કે આ નેમિનાથ જિનેશ્વરે, જેમ હિમ સૂર્યના તાપને ઘટાડે છે તેમ શ્રીકૃષ્ણના બલને મદ ઉતાર્યો હતો. પ્રભુએ કામદેવનાં બાણને તેડી કરડે ભાવિકજનોને પ્રતિબંધ આપ્યો. હતા. અંતમાં કવિ પ્રાથે છે કે રાજિમતિના મનરૂપી કમળને વિક સાવનાર સૂર્ય જેવા કરુણા રસના ભંડાર શ્રી નેમિજિનેશ્વર આપણને મનવાંછિત ફળ આપો.
શ્રી પાર્શ્વનાથજી સ્તવન (પૃ. ૬૭) સાયર–સાગર; સિગારે-શોભાવે; વરન-વર્ણ, વાન.
તેત્રીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કવિ કહે છે. કે ભક્તજનના આધાર રૂપ પુરુષાદાની પ્રભુ પાર્શ્વનાથ આપણને ભવસાગરની પાર ઉતારનાર છે. અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર એવા પ્રભુ કુલને શોભાવનાર તથા ઈક્વાકુલ વંશના ઉદયગિરિ પર સૂર્યની જેમ પ્રગટી અવગુણ રૂપી અંધકારને નાશ કરનાર છે. ત્રીજી અને ચોથી કડીમાં કવિએ એમનાં દેહવર્ણ, દેહની ઊંચાઈ, લંછન, આયુષ્ય, જન્મનગરી, યક્ષ, દેવી વગેરેનો પરિચય આપ્યો છે. છેલ્લી કડીમાં કવિ કહે છે કે કમઠના અભિમાન રૂપી દાવાનલને શમાવી દેનાર વાદળ જેવા અને સુખની સમૃદ્ધિ કરનારા એવા પ્રભુની અમીદષ્ટિને ભાવવિજય કવિ મેર રૂપે ઝીલે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૬૭) અકલ-ન કળી શકાય એવા; અબીહ-બીક રહિત. આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં પ્રભુનાં