Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
આટલા દિવસ સુધી કેવળજ્ઞાન ઊપજયું નહિ કારણ કે તે બાહુબલીના પગ નીચે હતું. તે પગ ઊંચે થતાં તે પ્રગટ થયું. આમ પ્રથમ યુદ્ધ કરી પછી પ્રતિબોધ પામી કેવળજ્ઞાન મેળવનાર એવા શ્રી ભાગી બાહુબલીનાં ગુણગાન ગાતાં શ્રી જિનરાજસૂરિ પિતાને મોટા ભાગ્યશાળી માને છે.
૬. શ્રી ભાવવિજય ઉપાધ્યાય
શ્રી ઋષભજિન સ્તવન (પૃ. ૬૪) આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભનાથ ભગવાનનાં માતાપિતા, લાંછન, આયુષ્ય, દેહ, નગરી, વંશ, નેત્ર, રાણ, પુત્ર, યક્ષ, દેવી વગેરેને પરિચય આપ્યો છે. કવિ કહે છે કે ઋષભદેવ ભિક્ષા માગનાર પ્રથમ મુનિવર હતા, કેવળજ્ઞાન પામનાર પણ તેઓ જ પહેલા હતા. આ અવસરપિણિ કાળમાં તીર્થંકર પદ પામનાર પણ તેઓ જ પહેલા હતા. એવા તીર્થકર, ત્રણે ભુવનના રાજવીના ચરણની દેવો અને મનુષ્ય બધાં જ સેવા કરે છે. એવા પ્રભુનું શરણ સ્વીકારીને એમની સેવા કરનારની એ કામધેનુની જેમ મનકામના પૂરી કરે છે.
શ્રી શાંતિનાથ જિન સ્તવન (પૃ. ૬૫) અસરાલા-મેટું; જીપે-જીતે; સચરાચર-જગત.
આ સ્તવનમાં કવિશ્રી ભાવવિજયજી ઉપાધ્યાય શ્રી શાંતિનાથ “જિનેશ્વરનાં માતાપિતા, લંછન, વંશ આયુષ્ય, દેહમાપ, યક્ષ, દેવી વગેરેને પરિચય આપી, એમનું માહાઓ વર્ણવતાં કહે છે કે એવા પ્રભુની સેવા કરતાં આપણે વિશાળ લબ્ધિ પામીએ છીએ. * શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૬૬)
વરણ-વર્ણ, વાન; તુંગ-ઊંચું, ઊંચે; મંડન–શભા; નંદનવનસ્વર્ગનું ઉપવન; સહસ-સહસ્ત્ર, હજાર; સંવત્સર-વર્ષ જીવિત--આયુષ્ય; મનમથ-કામદેવ; અણગાર-સાધુ, દિવાકર-સૂર્ય.
બાવીસા તીર્થકર શ્રી નેમિનાથની સ્તુતિ કરતાં કવિ કહે છે,