Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
જજ મનમાં સંશય આણે છે તે તેઓ સેવકને નેહ સાથે સમજાવે છે. જે સેવક એમનું ગ્ય વિચારપૂર્વક સાચા મનથી સ્મરણ કરશે તેને પ્રભુ હાજરાહજૂર થશે. માટે ચોલ મજીઠના પાકા રંગની માફક પરમાત્મા સાથે પ્રીતિ કરે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૬૦) ચરમ-છેલ્લા; પડિબોહત–પ્રતિબોધતે; પરતક્ષ-પ્રત્યક્ષ મેલમેલે, મેકલો; આપ સમાને-તમારા જેવો.
આ સ્તવનમાં કવિ જિનરાજરિ કહે છે કે ભાવિકજનેને ઉપદેશ આપતા અને સાધુઓના પરિવાર સાથે ગામેગામ વિચરતા છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી મોક્ષધામ તરફ સિધાવ્યા. અને મને તે ક્ષણવાર માટે પણ મળ્યા નહિ એટલે હવે હું એમને કેમ કરીને વિનતિ કરું એની મને મોટી વિમાસણ થાય છે. હવે તેઓ દૂર જઈને રહ્યા છે. ત્યાં આગળ કેમ કરીને જવાય? અને ત્યાં જનાર કઈ મળતું નથી, કે જેથી એની સાથે કાગળ મોકલી શકાય. હું જે વાત કહું તે તે વીરપ્રભુ દૂરથી પણ સાંભળતા હશે, પણ પાછા તેઓ એનો ઉત્તર નથી આપતા એથી મારા મનમાં હું ઘણો દિલગીર છું. આમ વિચાર કરતાં મારા મનમાં જે શુભ ભાવ પ્રગટ થયો તેથી તમે મને મળ્યા. માટે હવે તમે મને તમારા જેવો બનાવો.
ચોવીસી કળશ (પૃ. ૬૦) રસના-જભ; પરત–પ્રત, હસ્તપ્રત; દઉલતિ-દૌલત, સંપત્તિ, સમૃદ્ધિ; પાવ-પાવો, પાળો, મેળવો.
આ પ્રમાણે હૃદયમાં ભાવની ગતિ આણીને અને શુદ્ધ સમ્યકવના ભાવથી શ્રી જિનરાજસૂરિએ વર્તમાન જિનેશ્વરોની વીસીની રચના કરી છે. પરમાત્માની મૂર્તિના દર્શન કરીને અને સ્વહસ્તે એમની પૂજા કરીને તથા છહવાએ કરી એમનાં ગુણગાન ગાઈને નરભવને હા લઈ લે. પછીની ત્રણ કડીમાં કવિએ પિતાના ગુરુઓની માહિતી