Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૪૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી નેમનાથ સ્તવન (પૃ. ૫૮). તિલ માત્ર-તલ માત્ર.
આ સ્તવનમાં પ્રભુને કવિ પ્રશ્નો કરે છે અને ઉપાલંભ પણ આપે છે. પ્રેમલક્ષણા ભક્તિના કવિ નરસિંહ, મીરાં કે દયારામની ઉપાલંભના પ્રકારની કૃતિઓની યાદ અપાવે એવી આ રચના છે. તેમાંયે આ સ્તવનમાં કવિએ નેમિનાથ માટે “શામળીઆ' શબ્દ વાપર્યો છે જે કૃષ્ણને માટે પણ વપરાય છે. આ આખું સ્તવન કૃષ્ણની પ્રેમલક્ષણા ભકિતની એક કૃતિ તરીકે મૂકી દીધું હોય તે ખબર ન પડે કે આ એક જૈન કવિના હાથે સરજાયેલી સ્તવનના પ્રકારની કૃતિ છે. કવિ કહે છે, “હે પ્રભુ! હું તમને વંદન કરીને કહું છું કે તમે જે યોગ્ય અવસરે અમારી ખબર અંતર ન પૂછો તો તમે અંતરયામી શાના કહેવાય? અમે તમારી આગળ ઊભા રહીને સેવા કરીએ છીએ, પણ તમે કેમ કરીને પ્રસન્ન થતા નથી. અમે રાતદિવસ તમારાં ગાન ગાઈએ છીએ, પણ તમે તલમાત્ર પણ ભીંજાતા નથી. જો તમે મને ભવસાગરમાંથી તારે તે તેમાં તમારું શું જાય છે ? તમારે ભવસાગરમાંથી તારવાનું તમારું બિરુદ સંભાળવા ઝાઝો વિચાર કરવાની જરૂર રહેતી નથી. તમે “હું તે શું તારી શકું? હું તે વળી કોણ મેટો તારક?” એવો એવો વિચાર કરીને- છટકી શકશે નહિ. જે તમે મને છોડશે તે લેકેમાં તમારી વાત થશે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૫૯). પુરિસાદાણ–આદરણીય વ્યક્તિ જેમનું વચન ગ્રહણ કરવા યોગ્ય હેય છે. પાસન-પાર્શ્વનાથ; પરતક્ષ-પ્રત્યક્ષ
કવિ કહે છે કે મને મનગમતા એવા પ્રત્યક્ષ પર બતાવનાર પુરુષાદાની પાર્શ્વનાથ મળ્યા છે જે મારી વિનંતી જરૂર સફળ કરશે! હે ભકતજનો, તમે પરિવાર સાથે પ્રભુને ભેટે. આ પાંચમા આરાના કઠિન સમયમાં પ્રભુ કલ્પવૃક્ષ સમાન છે. જે મારા જેવા માનવી