Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી શત્રુંજય તીર્થ મોટું અને રળિયામણું તીર્થ છે. એ તીર્થના રાજા શ્રી આદિનાથ ભગવાન પાપનો નાશ કરવામાં મોટા ભડવીર છે. ઘણા દિવસથી મારા મનમાં એ તીર્થની યાત્રા કરી ભવને લ્હાવો લેવાની ઈચ્છા હતી. શ્રી આદેશ્વર ભગવાન નવ્વાણુ વખત આ શંત્રુજય તીર્થ પર આવેલા. ત્યાં મને પણ પાંખ વડે જાણે ઊડીને જાઉં એવી ઈચ્છા થાય છે. કલ્પતરુની જેમ રાયણનાં પગલાં મનની બધી આશા પૂર્ણ કરે છે અને એ પગલાં જોઈને મારાં બધાં દુઃખ ચાલ્યાં ગયાં છે. શ્રી આદીશ્વર ભગવાનનું જીવન જોતાં હૈયામાં ઘણે આનંદ થાય છે. હે પ્રભુ! મારું મન બધે ભમી ભમીને હવે તમારામાં લીન થયું છે.
શ્રી ઋષભદેવ પ્રભુના ગણધર કરી, સ્વામી પાંચ કરોડ મુનિવરે સાથે આ તીર્થ પર સૈત્રી પૂનમને દિવસે મેક્ષે ગયા હતા માટે તે પુંડરીકગિરિ કહેવાય છે. શ્રી નાભિનાથ અને મરૂદેવી માતાના પુત્ર શ્રી આદિનાથ ભગવાનની કરડે દેવ સેવા કરે છે. કવિ નમ્નસૂરિ કહે છે કે એ આપણું પિતાની પાસે બાળકની જેમ આપણે શાશ્વત સુખની સુખડી મનના ઉલ્લાસથી માંગીએ.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૫૩) તિહુંઅણુ-ત્રિભુવન, ત્રણે ભુવનમાં; ચકકા હિવ તણુ-ચક્રવર્તીની; તણ-વાસ;
આ સ્તવનમાં કવિ દહીદ્રાપુરના શ્રી શાંતિનાથ તીર્થંકરની પ્રતિમાની સ્તુતિ કરે છે. કવિ કહે છે, શ્રી શાંતિ જિનેશ્વરની મૂર્તિ જોતાં નયન ધરાતાં નથી. એવા સ્વામીને હું શિર નમાવીને વંદન કરું છું. એમને આજે જગતમાં ઘણે મે મહિમા ગાજે છે. એમના નામથી બધાં વિનો ભાગે છે. એમને કે ત્રણે જગતમાં વાગે છે. ચક્રવર્તીપદ ભોગવનાર શાંતિનાથ ભગવાને ઉત્તમ ભેગ ભેગવી ત્યાર પછી તેને તણખલાની જેમ છોડી દઈ, મેહના બલનું ખંડન કરી,