Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેમનો કાવ્ય પ્રસાદી ખીલ્યાં છે. ત્યાં મુનિવરે। આત્મારૂપી હસને પકડે છે, તપ અને જપ રૂપી પાણીનું પાન કરે છે અને શમ, દમ, તપ વડે પોતાના આત્મા રૂપી વસ્ત્રને ધાવે છે. એ કપડાને તપરૂપી તડકામાં સૂકવવાની જરૂર છે. શીલ કે બ્રહ્મચયની નવ વાડને જાળવનાર અને અઢાર પાપના ડાધા દૂર કરનાર પોતાના વસ્ત્રને ઊજળું તરત કરી શકે છે. એ વસ્ત્રને માયારૂપી સેવાળથી દૂર રાખીને અને પ્રાયશ્ચિત્તરૂપી સાબુથી ધાઇને તેનું પવિત્રપણું સાચવવું. એ મનરૂપી વસ્ત્રને ધેયા પછી ગમે તેમ ઠ્ઠું નાખી રાખવાથી તે મેલું થઇ જાય છે. એને ગડ વાળીને સકેલી લેવાની જરૂર છે. તેા જ સુખરૂપી અમૃત પામી શકાય છે.
સ્થૂલભદ્રે સજઝાય (પૃ. ૪૮)
ખિણુ ખિણુ–ક્ષણ ક્ષણુ; વિછડિયાં–વિદ્યાડેલા, વિખૂટા પડેલ; દોહિલે મુશ્કેલ; બુઝવી-ઉપદેશ આપ્યા; સીયલ—શિયળ; રયણ–રન; વયરીડા-વરી.
આ નાની સજઝાયમાં કવિ બતાવે છે તે પ્રમાણે સ્થૂલિભદ્રે કાશાને ઉપદેશ આપતાં કહ્યું કે ‘ હે સ્ત્રી! પરદેશી સાથે પ્રીત ન કર. એથી ક્ષણે ક્ષણે વિરહ વ્યથા દેવને દઝાડે છે કારણ કે એક વખત છોડીને ગયેલે પ્રિયતમ પા! મળવા મુશ્કેલ છે. અને એથી ઉત્તરાત્તર સ્નેહ વધારે ને વધારે સાલતા હોય છે. પરદેશી પ્રીતમ તા ભ્રમતા ભમરા જેવા હાય છે. એના પાછા ફરવાની આશા રાખવી વ્યર્થ છે. પ્રિયજનને વળાવીને પાછાં ફરતાં ધરતી ભારે લાગે છે. પ્રિયજન પાહે ન આવતાં. મનના મનોરથ મનમાં જ રહી જાય છે. આંસુભીને કાગળ લખતાં તે વેરીના હાથે ચડે છે. આ પ્રમાણે કૈાશાને ઉપદેશ આપતાં સમયસુંદર કહે છે શિયળરૂપી રત્ન એજ દેહને સાચા શણગાર છે. શિયાળરૂપી સુર’ગી ચુંદડી પહેરનાર સાચું સુખ પામે છે.
શ્રી શત્રુજય મંડત આદિનાથ સ્તવન ( પૃ. ૪૮ ) । દુસ્તર–સહેલાઈથી ન તરી શકાય એવા; જુઈ જુઈ-જુદાં જુદાં;