Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૬૫
ઉત્સત્ર-શાસ્ત્ર વિરુદ્ધ: રૂલઈ-રખડે છે. સંગ-વૈરાગ્ય, સરદહણા–શ્રદ્ધા ગજપાખર-અંબાડી; રૂષી-રુકિમણી; નિટોલ-નક્કી; પ્રરૂપ્યું–કહેલું. બતાવેલું; અણહુતાપિતાનામાં ન હોય તેવાં; મરકટ-વાનર, ત્રિવિધમન, વચન અને કાયાથી કરવું, કરાવવું કે અનમેદવું;
આ સ્તવનમાં કવિ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરતી વખતે શ્રી આદિનાથ પ્રભુ આગળ પિતાનાં પાપની આલોચના કરે છે. કવિ કહે છે કે હે સ્વામી! હું બે હાથ જોડી આપની સમક્ષ જરા પણ કૂડકપટ વિના મારી આપવીતી કહું છું, તે હે કૃપાળુ ! મારી વિનતી આપ સાંભળો. તમે ત્રિભુવનને સમર્થ ધર્યું છે. મને તારીને મારે ઉદ્ધાર કરે; ભવ સાગર ભમતાં ભમતાં મેં અનંત દુઃખ જેવાં છે. પરંતુ ભાગ્ય સંજોગે તમારા જેવા, ભય ટાળનાર ભગવાનને ભેટ થઈ ગયું છે. જે માણસ આપણાં દુઃખ દૂર કરી શકે એમ હોય તેની આગળ આપણે દુઃખ કહેવું જોઈએ. તમે પરદુઃખભંજન છે. તે તમારા આ સેવકને સુખ આપ.આલેચના લીધા વિના આ જીવ સંસારમાં રખડ્યા જ કરે છે. કવિએ અહીં મહા સતી રુકિમણી અને લક્ષ્મણનું દૃષ્ટાન આપ્યું છે. મહા સતી લક્ષ્મણાને અને રુકિમણને પાપની આલોચના ન લેવાને કારણે ભવાટવીમાં ઘણું રખડવું પડ્યું હતું. આ પાંચમા આરામાં સાચા ગુરુને સંગ પણ દુર્લભ હોય છે, અને લોકો પણ સાચે પરમાર્થને માર્ગ ન ઓળખતાં ગાડરિયા પ્રવાહની જેમ જતા હોય છે. માટે હે પ્રભુ ! આપની આગળ મારાં પાપને એકરાર અને પશ્ચાતાપ હું વ્યક્ત કરું છું. માબાપ આગળ બાળકને લાજ ન હોય તેમ તમારી આગળ બોલતાં મને સંકોચ નથી થતો. સહુ કોઈ જિન ધર્મની વાત કરે છે પણ અંતે તે પિતાની વાતને જ સાચી મનાવવા આગ્રહ કરે છે, અને બીજાને આચાર જરાક જુદો પડતાં તેમાં શંકા લાવીને તેના પર મિથ્યાત્વનો આરોપ મૂકે છે.