Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
કરજ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી કેટકેટલા રાજાઓએ તમને પાછા જતા અટકાવ્યા; બલભદ્ર તે તમને બાથ ભીડીને અટકાવવા લાગ્યા, પણ તમે માન્યા નહિ. - કવિ કહે છે કે પ્રભુએ ગિરનાર પર સહસાવનમાં પ્રવેશ કર્યો અને શુકલ ધ્યાન ઊપજતાં તરત એમને પાંચમું જ્ઞાન કેવળજ્ઞાન, ત્રણે ભુવનની શોભા વધારતું, ઉત્પન્ન થયું. એ વખતે રૂપું, તેનું અને મણિ એ ત્રણના ત્રણ ગઢની રચના-એટલે કે સમવસરણની રચના થઈ, દેવ, અસુરે, માનો ત્યાં આનંદથી ઊલટા અને દુંદુભિને જય જયકાર થવા લાગે. શ્રીનેમિનાથ ભગવાન અને રાજુલ બંનેને મેળાપ મેક્ષ ધામમાં થયો.
આ સ્તવનમાં કવિએ નેમિનાથની જાનનું, એમને જોઈને માંહેમાહે વાત કરતાં પશુઓનું, રાજુલની વિરહદનાનું, નેમિનાથની દીક્ષાનું, અને એમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેનું મનહર વર્ણન કર્યું છે.
શ્રી નેમિનાથ સ્તવન-બીજુ (પૃ. ૨૪) વિછાડી-બિછાવી, વાલીઉ-વાળ્યો; વાલિભ-વલ્લભ, પતિ; દાદરાં, દેડકાં પાવસિ-વરસાદમાં, સરંગટો-લાજ કાઢવી; દેઉરીએ-દિયરે; નાહુલીએ–નાથે, પીહર-પિયર; મુહસાલમોસાળ; જમલિ-મલ, યુગ્મ: ઉજાલિ ગિરિ-ઉજજવલ ગિરિ-ગિરનાર.
આ સ્તવનમાં રાજુલ કહે છે, “હે નાથ આજ હું શું કરું? મારું હૃદય જાણે બળું બળું થાય છે. હે કંથ ! તમે પાછળની પ્રીત -આગલાભવની પ્રીતિ શું ભૂલી ગયા?
રાજુલ કહે છે કે નેમિનાથે જનમના અબેલા લીધા છે. બારણે આવીને એમણે રથ વાળી લીધે. રાજુલના ચંદનના ઓરડામાં ફૂલ પાથર્યા છે. અષાઢ મહિને આવતાં આકાશમાં વીજળી ઝબૂકે છે, મેઘ ગર્જના કરે છે. એ વખતે નગરમાં પરદેશ ગયેલાં બધા પંથીઓ પાછા ફરી ગયા હોય છે, પણ નેમિનાથ હજુ આવ્યા નથી. રાજુલા