Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી
અશ્વસેન રાજાના કુલમાં જન્મેલા અને વાયારાણના પુત્ર એવા ખેટકપુરના શ્રી ભીડભંજન પાર્શ્વનાથના સ્મરણથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
શ્રી મહાવીર સ્વામી સર્વ વીરોમાં શિરેમણિ સમાન છે. મુકિતરૂપી ગઢના વાસી અને જગત જેમની ઉપાસના કરે છે તે વીર પ્રભુએ મેહરૂપી સુભટનું રણયુદ્ધમાં ભાન તેડી નાખ્યું. મતલબ કે મેહને તેમણે પરાજિત કર્યો, એવા પ્રભુને હંમેશાં હાથ જોડીને આપણે વંદન કરીએ. છેલ્લી કડીમાં કવિ ઉદયરત્ન કહે છે કે જિનેશ્વર ભગવાન અને એમનાં માતાપિતા, ગામ, ગોત્ર વગેરેનું ભાવથી સ્તવન કરતાં આપણે ઉદયરૂપીરત્ન પામીએ.
શ્રીગૌતમ સ્વામીને રાસ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના પહેલા ગણધર તે શ્રી ગૌતમ સ્વામી. શ્રી મહાવીર સ્વામી દિવાળીને દિવસે નિર્વાણપદ પામ્યા અને બેસતા વર્ષને દિવસે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ રીતે દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર દિવસો સાથે શ્રી મહાવીર સ્વામી અને શ્રીગૌતમ સ્વામીનું નામ સંકળાયેલું છે. આથી જ દર બેસતા વરસે સવારમાં શ્રીગૌતમ સ્વામીનું સ્મરણ કરવામાં આવે છે. આજે છેલ્લાં સો કરતાં યે વધારે વરસથી બેસતા વર્ષના દિવસે સવારમાં ગૌતમ સ્વામીને આ રાસ મુનિમહારાજ લેકેને સંભળાવે એ રિવાજ છે. શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે સં. ૧૪૧૨માં લખેલ ગૌતમસ્વામી વિષેને જૂની ગુજરાતીમાં આ સૌથી પહેલે રાસ છે. વળી કવિત્વની દૃષ્ટિએ પણ આ એક ગણનાપાત્ર કૃતિ છે. હાલમાં લખાયેલા એ રાસનું ઢાલવાર અર્થવિવરણ અહીં આપવામાં આવ્યું છે. એકાદ બે સ્થળે જ્યાં અર્થ બરાબર બેઠો નથી ત્યાં સંભવિત અર્થ બેસાડ્યો છે.
ઢાલ પહેલી કમલાકર સરોવર, પ્રણમવિ-પ્રણામ કરીને પભણિસ-કહીશું,