Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
નાઓ હાલમાં વણવી હેાય છે તે જ વસ્તુ ટૂંકમાં છતાં ભાવવાહી ગદ્યમાં સૂકી છે, છેલ્લી છઠ્ઠી ઢાલને અંતે કવિએ વસ્તુછંદ આપેલ નથી. આ પહેલી હાલના વસ્તુછંદને અર્થ આ પ્રમાણે છે-જંબુદ્વીપમાં ભારતક્ષેત્રમાં પૃથ્વીની શોભારૂપ મગધ દેશમાં શ્રેણિક નામના રાજા છે. ત્યાં શ્રેષ્ઠ એવું ગુબર નામનું ગામ છે જ્યાં સુંદર બ્રાહ્મણ વસુભૂતિ રહે છે. એની પત્ની પૃથ્વી બધા ગુણેનો સમૂહ ધરાવતી, રૂપના ભંડાર જેવી છે. તેના પુત્ર, વિઘના તેજથી ઝળકતા એવા ગૌતમ અમ્રુત જાણીતા છે.
દ્વાલ બીજી ચઈવિહ-ચતુર્વિધ દેવનિકાયદેવને સમુદાય; ભુવનપતિ, વ્યંતર જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેનો સમુદાય. સમવસરણ–તીર્થકરની પધરામણી વખતે પરિષદરૂપે એકત્ર થયેલ સમુદાય; જુત્તાયુકત; તતખિણતતક્ષણ; વિરચે-ચે છે; વખાણુવ્યાખ્યાન; શિવહિ—માથા ઉપર, ગયણુ–ગગન, આકાશ; તરંડક–વહાણ; વિમાણે– વિમાનથી; પખંવિ-જોઈ | ભાવાર્થ છેલ્લા કેવળજ્ઞાની તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ ચાર પ્રકારના દેવોની સાથે સમવસરણમાં ચતુર્વિધ સંધમાં પ્રવેશ કર્યો. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી તે જોઈ મિદૃષ્ટિવાળા રોષ કરવા લાગ્યા. ત્રણે ભુવનના ગુરુ સમાન શ્રી મહાવીર સ્વામી
જ્યારે એ સમવસરણમાં સિંહાસન પર બેઠા ત્યારે તે જ ક્ષણે મોહ જાણે અદશ્ય થઈ ગયા અને દિવસ ઊગતાં ચેર લેકે આમતેમ નાસી જાય તેમ તેઓ ચાલ્યા ગયા. શ્રી મહાવીર પ્રભુ પધાર્યા એ વખતે આકાશમાં દેવદુંદુભિ વાગ્યાં, દેવોએ ત્યાં ફૂલની વૃષ્ટિ કરી અને ચામર છત્ર શોભવા લાગ્યાં. જિનેશ્વર ભગવાનના રૂપ પ્રત્યે જાણે આખું જગત મોહ્યું હતું. એ સમયે પ્રભુએ જે વ્યાખ્યાન આપ્યું તે જે જન સુધી સંભળાતું હતું અને સૌને શાંતિ પમાડનારી