Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૧૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી એમની ઉપશમ રસથી ભરેલી વાણીની અમીવર્ષ ચારે બાજુ થવા લાગી હતી. જિનેશ્વર ભગવાનની આ વાણી સાંભળવા માટે દેવો, મનુષ્યો, કિન્નરો અને રાજાઓ આવવા લાગ્યા. એમનું તેજ ઝળકતું હતું અને એમના વિમાનના આગમનથી આકાશ રણકવા લાગ્યું હતું. એ જોઈને ઇન્દ્રભૂતિ મનમાં વિચાર કરવા લાગ્યો કે આ દેવતાઓ જે આકાશમાંથી આવી રહ્યા છે તે મારા યજ્ઞમાં આવી રહ્યા છે, પરંતુ તીર કે વહાણની જેમ વેગથી વહેતા તેઓ સમવસરણમાં પહોંચ્યા. આથી ગૌતમ અભિમાનથી બોલવા લાગ્યા અને ક્રોધથી તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. તેઓ બોલ્યા કે મૂર્ખ અને અજ્ઞાન
કે અજાણતાં બોલે તે તે હજુ સમજી શકાય, પરંતુ દેવ જે જાણકારે છે તેઓ આમ કેમ ડોલી ગયા કઈ જાણકાર મારી આગળ આમ બોલી જ કેમ શકે? અને મેરુ જેવી એમને (મહાવીર સ્વામીને) ઉપમા જ કેમ આપી શકાય ?
વસ્તુ છંદ નાણું–જ્ઞાન; સુરમહિય–દેવથી પૂજાયેલા; પત્ત–પ્રાપ્ત, પામ્યા; નાહ–નાથ; તિહિં–ત્યાં દેહિ દેવાથી; નિમ્મવિય-નિર્મિત, બનાવેલું; ઉજોય કરે–પ્રકાશિત કરે છે.
જ્ઞાનસંપન્ન, દેથી પૂજાયેલા, સંસારમાંથી તારનાર નાથ એવા શ્રીવીર જિનેશ્વર ભગવાન પાવાપુરીમાં પધાર્યા તે વખતે દેવોએ ત્યાં ઘણું સુખ આપનાર એવા સમવસરણની રચના કરી. જિનેશ્વર ભગવાન, સૂર્યની જેમ, જગતને પ્રકાશિત કરે છે. સિંહાસને સ્વામી રહ્યા અને ત્યાં જયજયકાર થયો.
ઢાલ ત્રીજી ભૂદેવ-બ્રાહ્મણ, વિબુધ વધૂ-દેવોની પત્નીએ; પ્રતિહારજ–પ્રતિહાર્ય, વિવર્જિત-છેડીને; સુરરંભ-દેવાંગનાઓ; કેસીસ ( કપિશીર્ષ)-કાંગરા; નામેણુ-નામથી, સહસકિરણ-સૂર્ય; વેદપણુ-વેદનાં પદેથી; ફેડ–દૂર