Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
શ્રી દેવચંદ્રજી
૩૩૩ તેઓના પદો ભક્તિરસ તથા વૈરાગ્યરસથી ભરેલા અને ખાસ અભ્યાસ કરવા ગ્ય છે. તેઓની સ્નાત્ર પૂજા પ્રખ્યાત છે. તેઓએ પિતાની ચોવીસી ઉપર પજ્ઞ –બાલાવબોધ રચ્યો છે. તેમના શિષ્ય શ્રી રાયચંદજીના કહેવાથી કવિ એ શ્રી દેવવિલાસ રાસ સં. ૧૮૨૫માં રચે છે. તેમાં તેમનું સવિસ્તર જીવન ચરિત્ર છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીની પ્રેરણાથી શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકરે લખ્યું છે કે
આ સંક્ષિપ્ત જીવનચરિત્ર સમાપ્ત કરતાં પહેલાં ઈચ્છું કે શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ જેવા પ્રખર વિદ્વાન, ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાની, દ્રવ્યાનુયોગના મહાન ઉપદેષ્ટા-જ્ઞાતા, જિનશાસનના પૂર્ણ પ્રેમી, પ્રભુ પ્રતિમાના રસીલા અનેક સાધુ મુનિરાજે અમારા ભારત–વર્ષની જેમ કામમાં પ્રકટે અને જૈન-ધર્મની જીત ઝળહળતી રહી સમસ્ત વિશ્વમાં પ્રસરે.”
તેમને સ્વર્ગવાસ સં. ૧૮૧૧ ભાદરવા વદ ૦)) ના દિને અમ-- દાવાદમાં થયો આ સાથે પાંચ સ્તવને તથા બીજા પાંચ મળી કુલ ૧૦ કાવ્યો લીધાં છે.
તેઓશ્રીની ગ્રન્થ રચના : ૧ દ્રવ્ય-પ્રકાશ ૧૭૬૭ બીકાનેર ૯ સ્નાત્ર પંચાશિકા ૧૮૦૪ ૨ આગમ–સાર ૧૭૭૬
પાલીતાણા ૩ નયચક્ર
૧૦ ચોવીસી તથા વીસી ૪ વિચાર સાર ૧૭૯૬
૧૧ સહસ્ત્રકૂટ સ્તવન ૫ જ્ઞાનમંજરી ટીકા ૧૭૯૬
૧૨ સ્નાત્રપૂજા ૬ અધ્યાત્મ ગીતા ૭ ધ્યાન દીપીકા ચતુષ્પદી ૧૭૬૬ ૧૩ વીર નિર્વાણ સ્તવનની ઢાળે. ૮ વિચાર રત્નસાર
૧૪ સિદ્ધાચલ સ્તવને. તે સિવાય ઘણું સ્તવને સઝા અને પદે વગેરે રચાં છે.