Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૯૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૧૧)
છે.
શ્રી આનંદઘનજી.
ચોવીસી રચના ૧૭૫ આસપાસ. સમય ૧૬૬૫ થી ૧૭૩પ આસપાસ.
સત્તરમી સદીના સમર્થગી મહાન આધ્યાત્મજ્ઞાની, આગમન અભ્યાસી અને મહાવિદ્વાન શ્રી આનંદઘનજી અપર નામ લાભાનંદજીના જીવન સબંધી, નિશ્ચિત સાલવાર જન્મ, દીક્ષા ને સ્વર્ગવાસ સંબંધી કોઈ હકીકત મળતી નથી, પણ અનુમાનથી તેઓશ્રીને જન્મ, લગભગ ૧૬૬૫ આસપાસ હે જોઈએ અને નિર્વાણ સમય ૧૭૩૫ આસપાસ હોય એમ લગભગ મનાય છે. તેઓશ્રીનું સાધુ-અવસ્થામાં નામ શ્રી લાભાનંદજી હતું. તેઓને જન્મ બુંદેલખંડ જીલ્લામાં થયો હતે. તેઓને વિહાર માટે ભાગે મારવાડ અને પાલણપુર આજુબાજુ હતું. તેઓશ્રીએ ઘણાં માસા મેડતામાં (જોધપુર જીલે) કર્યા હતા. એમ ઐતિહાસિક રીતે સાબીત થાય છે. તેઓશ્રીને પંન્યાસ શ્રી સત્યવિજયજી સાથે ઘણો સારો પરિચય હતું એમ જણાય છે અને દીક્ષા શ્રી તપગચ્છમાં લીધી હેય એમ જણાય છે.
તેઓશ્રીનો દેહોત્સર્ગ મેડતામાં થયો છે. શ્રી સત્યવિજયજી પંન્યાસ ક્રિોદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા હતા;
એમ શ્રી આત્મારામજી મહારાજ શ્રી જૈનતવાદ ગ્રન્થમાં કહે છે. . હવે તેઓશ્રીની ચાવીસી સંબંધી થોડું વિવેચન કરીએ. તેઓશ્રીની ચોવીસીમાં, બાવીસ સ્તવને તેઓશ્રીએ બનાવ્યા છે. બાકીના બે સ્તવને બીજાની કૃતિ છે. તેઓશ્રીની આ સ્તુતિ કાવ્યોમાં,