Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
શ્રી આનઘનજી.
૯૭
તેઓશ્રીનુ... અગાધજ્ઞાન તથા અપૂર્વ શૈલી જણાઇ આવે છે. કેટલાક સ્તવનેમાં એવા ટંકશાળી કાવ્યો રચાયા છે, કે જે ખરેખર મોઢે કરી રાખવા જેવાં છે. ટૂંકાં કાભ્યામાં શાસ્ત્રનેા સાર મૂકવા એ તેમની કૃતિઓની ચમત્કૃતિ છે અને સ્તવનેામાં વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, યાગ તથા અધ્યાત્મજ્ઞાન દરેક વિષયા ઝળકી ઉઠે છે.
તેઓના સ્તવને વાંચતા આત્મા શાંતરસમાં મગ્ન થઇ જાય છે અને વૈરાગ્યવાસિત બને છે. જુદા જુદા રાગેમાં તેઓશ્રીએ સ્તવના તથા પદો ગાયા છે– જેવા કે, વેલાવલ, ટાઢી, સાર્’ગ, ગેડી, કેદાર, આશાવરી, વસંત, સારઠ, માલસિર, દીપક, માલકાશ વગેરે.
9
(1)
હમા સુવિધિનાથ સ્તવનમાં પ્રભુપૂજા વિષે લખે છેઃ
સુવિધિ જિજ્ઞેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણા ઉલટ અંગ ધરિને, પ્રહ ઊઠી પૂજી જે રે. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરિને, હરખે હેરે જઈએ રે; દહુ તિગ પણ અહિંગમ સાચવતાં, એક-મના રિ થઇએ રૂ. ૨ સુવિધિ જિજ્ઞેસર પાય નમીને.
×
*
ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનદાન પદ્મ ધરણી રે. ૮ સુવિધિ જિજ્ઞેસર પાય નમીને.