Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૪૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી .
(૧૪)
છે મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી.
(વીસી રચના-૧૭૩૦ આસપાસ). શ્રી તપગચ્છમાં શ્રી હિરવિજયસૂરિની પરંપરામાં આ મહોપાધ્યાય એક મહાન કવિરત્ન થયા. તેઓના દીક્ષાગુરૂ શ્રી કૃપાવિજયજી હતા. તેમના જન્મ તથા સ્વર્ગવાસની સંવત મળતી નથી. તેઓશ્રીને શ્રી વિજયપ્રભસૂરિએ ઉપાધ્યાય-પદવી આપી હતી. તેઓ શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. ઉપાધ્યાય ત્રિપુટી શ્રી યશોવિજયજી, શ્રી : વિનયવિજયજી અને શ્રી મેઘવિજયજીએ તે સમયે ઘણું સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. તેઓશ્રી વ્યાકરણ, ન્યાય સાહિત્ય,
તિષ, તથા આધ્યાત્મિક વિષયમાં પ્રવીણ હતા. તેઓશ્રીએ ગદ્યમાં તથા પદ્યમાં ઘણું સાહિત્ય લખ્યું છે. ઘણાં ચરિત્ર, રાસાઓ, કાવ્ય, નાટક લખ્યાં છે. તેઓ પિતાના દરેક ગ્રંથોમાં આરંભમાં “ હ છ વર અનમઃ” એ મંત્ર લખતા.
તેઓશ્રીના સાહિત્યની આછી રૂપરેખા. ૧ દેવાનંદાલ્યુદયકાવ્ય–દરેક શ્લેકે મહાકવિ માઘ
રચિત માઘકાવ્યના દરેક ક્ષેકનું છેલ્લું પાદ લઈ પ્રથમના ત્રણ પાદે સુંદર રીતે બનાવી સાતસર્ગમાં શ્રી વિજયદેવસૂરિના સમયના ઇતિહાસરૂપે બનાવ્યું છે. મેઘદૂત સમશ્યા–આ કાવ્ય ૧૩૦ કલેકનું રહ્યું છે. શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિના વિહાર, ચાતુર્માસોનું વર્ણન છે.