Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી. ૮૫ સુરતમાં ચાતુર્માસ હતા, તેમને વિજ્ઞપ્તિરૂપે લખ્યો છે–ચંદ્રને દૂત તરીકે મેકલે છે. જેમાં આખા રસ્તાનું વર્ણન જણાવતા-કંચનગિરિ,ઝાલેર, શિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને છેવટે સુરત ગેપીપુરાના ઉપાશ્રયનું સુંદર વર્ણન કર્યું છે. જેના એક
કને નમુને નીચે મુજબ છે. આ કાવ્યની કુલ લેાક સંખ્યા ૧૩૧ છે. मध्ये गोपीपुरमिह महाञ् श्रावकोपाश्रयोऽस्ति, कैलासाद्रि प्रतिमट इव प्रौढलक्ष्मीनिधानम् । अन्तर्वत्याहिंतमतगुरु
તામિ, ज्ज्योतिर्मध्यस्थित मघवता ताविषेणोपमेयः ॥१०॥
ભાવાર્થ –આ સૂર્યપુર નગરમાં ગોપીપુરાના મધ્ય ભાગમાં હિમાલય પર્વતના પ્રતિસ્પર્ધી સેનિક જે, મનહર લક્ષ્મીના નિવાસ
સ્થાન સ્વરૂપ, વિશાળ શ્રાવક ઉપાશ્રય છે. અંદર બીરાજમાન જૈનશાસનના આચાર્યના પ્રખર તેજના સમૂહથી જેની કાંતિ બહાર ફેલાઈ રહી છે એવો આ ઉપાશ્રય જેના મધ્યભાગમાં ઇન્દ્ર બીરાજમાન છે એવા સ્વર્ગની સાથે ઉપમા પામી રહ્યો છે.
જેવી રીતે સ્વર્ગમાં ઇન્દ્ર અને દેવ હોય છે તેવી રીતે આ ઉપાશ્રયમાં આચાર્ય અને શ્રાવકો રહેલા છે.
શ્રી પુણ્યપ્રકાશ સ્તવન --ગુજરાતી ભાષામાં આલેચનાનું અતિ સુંદર આઠ ઢાળ માંદા માણસને સંભળાવતાં જે ગાનાર ભાવપૂર્વક રાગથી ગાય અને શ્રેતા દિલથી સાંભળે તે આત્મા શાંતરસમાં તરબોળ થઈ જાય એવી સુંદર કાવ્ય ચમત્કૃતિ છે. સાંભળવા અને સંભળાવવા જેવું સ્તવન છે. ઘણે વખતે માંદાને રોગ ભૂલાવી દે અને પરભવ સાધી લે એવી રચના છે, તેમાં ચેર્યાસી લાખ જીવોનીને શુદ્ધ હૃદયથી ખમતખામણું કરવાની ભાવના પેદા કરે છે ને સાંભળતાં સાંભળતાં અંત સમયે ભાવપૂર્વક પચ્ચકખાણ કરતાં