Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
-
મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી.
(૧૦) 00000000000000000000000 આ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી
###### ચોવીસી રચના-૧૭૨૦ આસપાસ. લેખનકાલ–૧૬૮૯ થી ૧૭૩૮.
શ્રી તપગચ્છમાં શ્રી હીરવિજયસૂરિની પરંપરામાં ઉ૦ શ્રી કીર્તિવિજયજીના શિષ્ય આ મહોપાધ્યાયને જન્મ સં. ૧૬૬૦૬૫ આસપાસ થયેલ હોય એમ લાગે છે. ચેકસ સંવત મા નથી. તેઓશ્રીના પિતાનું નામ તેજપાલ તથા માતાનું નામ રાજશ્રી હતું. તેઓની દીક્ષા સં૦ ૧૬૮૦ આસપાસ થઈ છે. ઉ૦ શ્રી યશોવિજયજી તથા શ્રી આનંદઘનજીના સમકાલીન સાહિત્યપ્રેમી આગમ અભ્યાસી સમર્થ વિદ્વાન તથા પ્રસિદ્ધ શ્રી કલ્પસૂત્ર સુબાધિકાના કર્તા તરીકે ઉ૦ શ્રી વિનયવિજયજીએ સંસ્કૃત તથા ગુજરાતી માં ઘણું સાહિત્ય રચ્યું છે. તેમને અદિતિય ગ્રંથ લોકપ્રકાશ સં. ૧૭૦૮માં જુનાગઢમાં રચા. જેમાં જૈન દષ્ટિએ આખા વિશ્વકનું વર્ણન વીસ હજાર
ક પ્રમાણે આ ગ્રંથ છે. તેઓશ્રીએ સુરતમાં બિરાજમાન શ્રી વિજયપ્રભસૂરિ પર લખેલ વિજ્ઞપ્તિપત્ર નામે ઈદૂદૂત ખાસ વાંચવા જેવો છે ગૂજરાતી ભાષામાં અતિ પ્રસિદ્ધ શ્રીપાલ રાસ ચિત્ર ને આની આયંબીલની અઠાઈના દિવસોમાં ઘેર ઘેર વંચાય છે. આ તેની કેટલી કૃતિ છે. જે રાસ અધુરો રહ્યો તે શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પૂર્ણ કર્યો. તેઓશ્રીની ચાવીસીના સ્તવનો સુંદર ગંભીર અર્થવાળા તથા ત્રણ ચાર ગાથાવાલા નાના છે. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન બહુ પ્રચલીત છે. તેઓશ્રી માટે તાર્કિક શિરેમનું પ્રખર વિદ્વાન ઉપાધ્યાય શ્રી