Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન-સામગ્રી
૧૧
વાસી' એ પ ક્તિથી શરૂ થતું કાવ્ય વગેરે એમની યાદગાર કૃતિ છે. ખબરદારના લગભગ સમકાલીન ચંદુલાલ મણિલાલ દેસાઈ ‘વસંતવિનેાદી’–કૃત કાવ્યસંગ્રહ ‘ટહુકાર’ (૧૯૧૯)માં દેશભક્તિનાં કેટલાંક સુંદર ગીત છે.
F
નાનાલાલ ભાવના અને આદર્શોના કવિ છે, પણ સમકાલીન ઇતિહાસનાં કેટલાંય સુભગ પ્રતિબિંબ એમની કૃતિઓમાં છે. એમની આ પ્રકારની રચનાઓમાં ગુજરાતના તપસ્વી' શ્રેષ્ઠ છે. મહાત્મા ગાંધીજીને એમના પચાસમે વર્ષે અપદ્યાગદ્ય શૈલીમાં કવિએ અપેલી એ સ્નેહાંજલિ છે. આ રાષ્ટ્રવિભૂતિની કવિએ પેાતાની સકળ કલાશક્તિથી અહીં અર્ચના કરી છે, તેથી એ નવયુગની સ્વાગતગીતા–સમી અપૂર્વ રચના છે. ‘પિતૃતપણુ’ એ પિતા ક્લપતરામને આપેલી પિતૃસ્નેહ અને પશ્ચાત્તાપની સંસ્કૃતિ સમાન કવિની ભાવાંજલિ છે, જ્યારે ‘સૌરાષ્ટ્રના સાધુ' એ અમૃતલાલ સુદરજી પઢિયારને અપેલી નિવાપાંજલિ છે. આ બંને કૃતિ પણ અપદ્યાગદ્યમાં છે. ધન્ય હેા ધન્ય જ પુણ્યપ્રદેશ, અમારી ગુણિયલ ગુરદેશ” એ પક્તિથી શરૂ થતુ નાનાલાલનું કાવ્ય ગુજરાતભક્તિનાં ઉત્તમ કાવ્યેામાંનું એક હાવા સાથે ગુજરાતને કાવ્યમય સાંસ્કૃતિક ઇતિહાસ પણ આલેખે છે.
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ-કૃત ‘નવાં ગીતા'(૧૯૨૫)માંના ‘રતનબાને ગરમા’ એ કાવ્યમાં જલિયાનવાલા બાગની કથનીને લેાકગીતની વેધક શૈલીમાં સરળતાથી આલેખી છે. ‘લાકવાણી’ તરફ વળવા લાગેલા આપણા કાવ્યસાહિત્યમાં આ કાવ્ય નવા યુગની ભાવના અને જૂના યુગની શૈલીના મિશ્રણના એક સીમાચિહ્ન જેવું છે,' એની સાથે સરખાવી શકાય તેવું ખીજું એક કાવ્ય તે રમણુલાલ દેસાઈ-કૃત ‘જલિયાનવાલા બાગ' છે.
કેશવ હ. શેઠ-કૃત ‘સ્વદેશ ગીતાવલિ' (૧૯૧૯) અને 'સરિયા રણના રાસ’ (૧૯૩૦)માં રાષ્ટ્રભાવનાનાં ગીત છે. ગાકુળદાસ રાયચૂરાકૃત ‘નવગીત’(૧૯૨૧) એ રાષ્ટ્રપ્રેમનાં ગીતાના સંચય છે. એમાં ગાંધીજી વિશેનુ ગીત સર્વોત્તમ છે. હરિહર ભટ્ટ-કૃત ગાંધીજીને ઉદ્દેશી રચાયેલા ઉત્તમ કાવ્ય ‘ભવ્ય ડાસાતે પણ આ વર્ગમાં મૂકી શકાય. શયદા-કૃત ‘જય ભારતી’(૧૯૨૨)માં રચનાના પ્રસાદ છે. લતીફ્ કૃત ‘મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ’ (૧૯૨૩) એ સમયના વીસ વર્ષના એક મુગ્ધ મુસ્લિમ યુવકની ડેાલનશૈલીમાં વિચરતી રચના છે.
અસહકારયુગ પછીનાં નવા જીવનેત્સાહ, નૂતન પુરુષ અને યૌવનસહજ બલિદાનનું ગાન કરનાર કવિઓમાં સમયષ્ટિએ દેશળજી પરમાર અગ્રિમ છે. ઉમાશ’કર-કૃત ‘વિશ્વશાન્તિ’(૧૯૩૧)માં વિશ્વવ્યાપી માનવતાવાદર ગદી ‘પ્રાસાદિક’