________________
સ્વભાવ પાછું જે છે. પાણીની ખાડા તરફ જવાની સ્વાભાવિક ગતિ છે. પાણીને ઉપર ચડાવવા માટે તે પ્રયત્ન જોઈએ, મોટર–પંપ વગેરેની સહાય પણ જોઈએ. કારણકે પાણી સહેલાઈથી ઉપર ચડી શકતું નથી. તેમ મન પણ અતિ ચંચળ છે અને તેને ઊર્ધ્વગામી બનાવવા માટે જાગૃતિપૂર્વકના પ્રયત્ન અને પ્રતિ પળની જાગૃતિ કેટલી બધી આવશ્યક છે તેનું રુચિકર દષ્ટાંતથી અહીંયા વર્ણન આપવામાં આવ્યું છે. “આત્માવગાહનમાં મનની સહાયની પ્રાથમિક અપેક્ષા સહજ છે. ચિત્તવૃત્તિ સુધરે તે બધું સુધરે અને ચિત્તવૃત્તિ મલિનતાની પરિસીમાને સ્પશે તે બધું બગડે”—આ સનાતન સત્યની યથાર્થતા અતિ પામર જીવને પણ આવિષ્કાર કરનાર આવી સરળ વાણી આ ગ્રંથનું આગવું લક્ષણ છે. હવે પછીનાં ખંડમાં આગમ એક જીવન દિપક તરીકે, પછાત અને અજ્ઞાન અવસ્થામાં, મેહ અને માયાની જંજરમાં, પરની અતિ પડતી લાલસા અને વ્યગ્રતામાં પડેલા આ જીવને પણ ગ્ય માર્ગ દર્શાવી શકે છે તેની સુંદર પ્રતીતિ કરાવી છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં કેવું સરળતાથી કહ્યું છે કે
કેઈ ક્રિયા જડ થઈ રહા, શુષ્ક જ્ઞાનમાં કોઇ;
માને મારગ મોક્ષને, કરુણું ઊપજે જોઈ. અર્થાત્, માત્ર જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા આત્માને ઊર્ધ્વગામી બનાવવામાં કેટલે અંશે ભાગ ભજવી શકે તેને પણ મુમુક્ષુ જીવે સતત ખ્યાલ રાખવાનું છે. અને તે માટેની સચોટ સમજણ ત્યારપછીના “જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા' ના ખંડમાં આપવામાં આવી છે. શાસ્ત્રનાં જ દખતે આપી, જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ સમજાવી, પૂ. મહારાજ સાહેબે ફરમાવ્યું છે કે, “વિદ્યા અને જ્ઞાન તો તેને જ કહેવાય કે જે આત્મજ્ઞાન સપલબ્ધિ અને પરમાત્મ ભાવની સંપ્રાપ્તિને માગે મુમુક્ષુ જીવને દોરી શકે.” તીર્થકર શબ્દની મીમાંસા કરતી વખતે પૂજ્ય મહારાજ સાહેબે કેવી સરળ રીતે સમજાવ્યું છે કે, “જૈનોને ઈશ્વરની કે અદષ્ટની કલ્પનાના કશા જ ખ્યાલ નથી. ઈશ્વર કેઈ સહાય આપી શકે છે એને કશે જ અર્થ નથી. માણસને પોતાના ચિતન્ય, સામર્થ્ય અને પરિશ્રમથી જ યાત્રા કરવી પડે છે.” આ વાણી સહેજે, વાંચકના મનમાં આત્માની નિરા માટે પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા અને સાર્થકતાની સાચી ઝાંખી કરાવી શકે છે.
આત્માની મુક્તિ માટે સંયમ એ પ્રથમ સોપાન છે. જીવનની પ્રત્યેક ક્રિયામાં જે જવ બરોબર સંયમી બને તે ઊર્ધ્વગમનની દિશામાં પ્રથમ સોપાન ચડી શકે અને તેથી પૂ. મહારાજસાહેબે સંયમ સૌંદર્યની પ્રતિભા દર્શાવી, ભારતવર્ષની બે અખંડ પરંપરા–બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરાની યથાર્થ મુલવણી કરી છે. વસ્તુતઃ ભગવાન મહાવીર માટે સંયમને જે અર્થ હતું તે અર્થમાં સંયમ પ્રાપ્ત કરવા મુમુક્ષુ જીવો માટે માર્ગ તેમણે પ્રકાશિત કર્યો છે. દિવ્ય ખજાના માટે તલસતા માનવને કર્યો ખજાને ખરા અર્થમાં દિવ્ય છે તેની સાચી કલ્પના કયાંથી હોય? અત્યંત કરુણાભાવથી, પૂ. મહારાજસાહેબે વેતકેતુનું સુંદર દાંત