Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આલંબને અનુકંપાદાન કરવામાં દોષ નથી. અનુકંપાદાન; દશાવિશેષમાં દોષાવહ નથી – એ જણાવતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે “આ વિષયમાં દષ્ટાંત સ્વરૂપ ભગવાન છે. સર્વવિરતિધર્મનો સ્વીકાર કર્યા પછી પણ અનુકંપાવિશેષથી ચારજ્ઞાનવાળા પરમાત્માએ બ્રાહ્મણને દેવદૂષ્ય આપ્યું હતું. આ રીતે દેવદૂષ્યને આપનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી આ વિષયમાં દષ્ટાંત સ્વરૂપ છે.” આથી સમજી શકાશે કે “દશાવિશેષમાં સાધુભગવંતોએ કરેલું દાન; દુષ્ટ નથી. કારણ કે તે અનુકંપાનું નિમિત્ત છે, ભગવાને બ્રાહ્મણને આપેલા દાનની જેમ.' - આ પ્રમાણે અનુમાન કરી; દશાવિશેષે કરેલું અનુકંપાદાન દુષ્ટ નથી એનો નિર્ણય કરી શકાય છે. ૧-૧૦ના
આ રીતે પુષ્ટઆલંબને પણ પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરે તો અસંયતિને પોષવાના કારણે નરકાદિગતિયોગ્ય કર્મબંધનો પ્રસંગ આવશે - આ શંકા જણાવવાપૂર્વક તેનું સમાધાન કરાય છે–
न चाधिकरणं होतद् विशुद्धाशयतो मतम् ।
अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम् ॥१-११॥ न चेति-न चैतत्कारणिकं यतिदानमधिकरणं मतम् । अधिक्रियते आत्माऽनेनासंयतसामर्थ्यपोषणत इत्यधिकरणम् । कुत इत्याह-विशुद्धाशयतोऽवस्थौचित्येनाशयविशुद्धर्भावभेदेन कर्मभेदाद् । अनर्थासम्भवमुक्त्वाऽर्थप्राप्तिमप्याह । 'अपि त्विति' अभ्युच्चये । अन्यदधिकृतगुणस्थानकान्मिथ्यादृष्टित्वादेरपरमविरतसम्यग्दृष्ट्यादिकं गुणानां ज्ञानादीनां स्थानं मतं गुणान्तरस्य सर्वविरत्यादेर्निबन्धनम् ।।१-११॥
“પુષ્ટ આલંબને કરેલું આ અનુકંપાદાન; વિશુદ્ધ આશય હોવાથી અધિકરણરૂપે મનાતું નથી. પરંતુ વર્તમાન ગુણોથી ભિન્ન એવા ગુણોનું સ્થાન મનાય છે; જે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ગુણનું કારણ છે...' આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે.
આશય એ છે કે કોઈ પ્રબળ કારણે પૂ. સાધુભગવંતે કરેલું અનુકંપાદાન અધિકરણ બનતું નથી. અર્થાત્ અસંયતિના સામર્થ્યને (તેને દાન આપવા દ્વારા) પુષ્ટ કરવાથી આત્મા નરકાદિ ગતિનો ભાજન બનતો નથી. કારણ કે પોતાની કક્ષા મુજબ ઉચિત પ્રવૃત્તિનો વિશુદ્ધ આશય છે. એક જ સરખું દેખાતું કર્મ (કાય) પણ ભાવ-આશય જુદો હોવાથી જુદું છે – એ સમજી શકાય છે. તેથી પૂ. સાધુભગવંતે કરેલું અનુકંપાદાન; નરકાદિ ગતિ પ્રાયોગ્ય કર્મબંધના કારણ સ્વરૂપ અધિકરણ તો નથી જ; પરંતુ ગુણાંતરના કારણભૂત અન્ય ગુણોનું સ્થાન છે. આ રીતે પુષ્ટ કારણે કરાતા અનુકંપાદાનમાં અનર્થ નથી – એ જણાવીને અર્થ(ઇસ્ટ)પ્રાપ્તિને જણાવી છે. શ્લોકમાં મારે તુ શબ્દ અમ્યુચ્ચય અર્થમાં પ્રયુક્ત છે. એક વસ્તુ જણાવ્યા પછી એને જ દઢતાપૂર્વક પ્રકારમંતરથી જણાવાય છે, ત્યારે અમ્યુચ્ચય હોય છે. ઉપર જણાવ્યા મુજબ અહીં અનુકંપાદાનમાં અનર્થ નથી – એ જણાવીને અર્થપ્રાપ્તિને જણાવી છે. તેથી એ સૂચિત થાય છે કે કોઈ પણ રીતે અનર્થનું કારણ; એ અનુકંપાદાન નથી.
૧૬
દાન બત્રીશી