Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
31
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોમિ છે તથા તેનાથી ઉપરની ભૂમિકામાં તો શુભાશુભ ભાવોથી પણ સ્વપરિણતિને જુદી પાડવાનો અંતરંગ આત્મપુરુષાર્થ કરવાનો છે. તેના પ્રાબલ્યથી શુદ્ધ પરિણતિ પ્રગટે. તથા શુદ્ધ પરિણતિની પ્રબળતા પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે શુદ્ધોપયોગસ્વરૂપ નૈૠયિક ચારિત્ર પ્રગટે. પછી શેય પદાર્થ સામે ચાલીને જ્ઞાનમાં જણાવા માટે આવે તો પણ જ્ઞાન તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન રહે છે. તેવી ઉન્નત દશામાં જ્ઞાનનો વિષય મુખ્યતયા બાહ્ય શેયપદાર્થ ન બને પરંતુ સ્વયં જ્ઞાન તથા જ્ઞાતા જ જ્ઞાનનો વિષય બને. જ્ઞાન-જ્ઞાતાથી ભિન્ન એવા શેયને પ્રકાશવું એ આત્મદ્રવ્યતૃપ્ત જ્ઞાનનો મુખ્ય સ્વભાવ નથી. દ્રવ્યાનુયોગના અભ્યાસથી સમજાય છે કે જ્ઞાન પોતાને અને પોતાનાથી અભિન્ન એવા જ્ઞાતાને જ મુખ્યતયા પ્રકાશે છે. તેથી જ્ઞાનમાં સ્વપ્રકાશકત્વસ્વભાવ નિરુપચરિત છે તથા પરપ્રકાશત્વસ્વભાવ ઉપચરિત છે. જ્ઞાનથી અભિન્ન એવો જ્ઞાતા શુભાશુભપર્યાયની હેરા-ફેરીમાં કદાપિ અટવાતો નથી. આ રીતે દ્રવ્યાનુયોગવિમર્શથી, શુદ્ધાત્મદ્રવ્યરમણતાથી શુક્લધ્યાનફલસ્વરૂપ સિદ્ધસમાપત્તિને મેળવી, ગુણશ્રેણિ-ક્ષપકશ્રેણિ દ્વારા ઘાતિકર્મનો ઉચ્છેદ કરીને નિજાત્મમગ્ન સાધક કેવલ્યલક્ષ્મીને સંપ્રાપ્ત કરે છે. યથાયોગ્યપણે દેશના દ્વારા ભવ્યાત્માઓમાં વીતરાગસ્વરૂપને પ્રગટ કરવાની ઝંખના જગાડે છે, સમ્યગ્દર્શન વગેરે પ્રગટાવે છે. આ રીતે સર્વોત્કૃષ્ટ પરોપકાર કરે છે. ભવના અંતે, યોગનિરોધ કરી, સર્વ અધાતિકર્મનો ક્ષય કરી સિદ્ધશિલામાં પ્રતિષ્ઠિત થઈ પરમાનંદમય-સચ્ચિદાનંદમય નિજચૈતન્યસ્વરૂપમાં તે સિદ્ધાત્મા સદા સ્થિર બને છે. સાદિ-અનંત કાળ સુધી નિજ વિશુદ્ધઆત્મદ્રવ્ય-પૂર્ણગુણ-પવિત્ર પર્યાયમય આનંદમહાસાગરમાં ડૂબી જાય છે.
આ છે નિગોદથી નિર્વાણ સુધીની યાત્રાનો સાચો ચિતાર. આનું દિગ્દર્શન કરાવનાર જિનશાસન છે, જિનાગમ છે. પરંતુ શુક્લ અંતઃકરણ વિના આવું લોકોત્તર જિનશાસન, જિનાગમ આત્માને સ્પર્શે તેવી કોઈ જ શક્યતા નથી. ખરેખર અહીં જણાવ્યા મુજબની મોહરાજાની ભૂલભૂલામણીમાં અટવાયા વિના, ‘દેહાદિમાં સ્વત્વનો = પોતાપણાનો આરોપ અને પત્ની-પુત્ર-પરિવારાદિમાં મમત્વનો આરોપ કરવાની આંટી-ઘૂંટીમાં ફસાયા વગર, સડસડાટ મુક્તાત્મસ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ કરવાના માર્ગે આગળ વધવામાં પ્રાણ પૂરે તેવું ઉત્તમ પુષ્ટ આલંબન હોય તો તે છે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ.
આ દ્રવ્યાનુયોગ અભ્યાસનું મહત્ત્વ છે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ સમ્મતિતર્કની છેલ્લી ગાથામાં કહ્યું છે કે -
"भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स।
નિવયસ માવો વિપામુહિમ્મસના” (સ.ત.રૂ/૬૨) મતલબ કે મિથ્યાદર્શનોના સંતુલિત સમૂહમય તથા અમૃતઆસ્વાદમય અને સંવિગ્ન જીવો માટે સુગમ એવા ભગવાન સ્વરૂપ જિનવચનનું કલ્યાણ થાઓ. અવધૂતયોગી આનંદઘનજી મહારાજે પણ શ્રી નમિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “ષડુ દરિસન જિન અંગ ભણીએ.. નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડુ દરિસણ આરાધે રે. જિનવરમાં સઘળાં દર્શન છે.”
“તમેવ સä ર્સિવ = નિદિ પન્ન” (૧/૩/૩૦) - આ ભગવતીસૂત્રવચન મુજબ “શ્રીઅરિહંતે ૧. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૧૨/૧૦ ૨. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૧/૬, ૧૬/૫+૬ તથા ષોડશક - ૨/૧૪+ ૧૫ ૩. યોગદષ્ટિ સમુચ્ચય - ૧૮૫ ૪. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૭/૬ ૫. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ૭/૧૭